રાદુ એલ્બોટે ડેલરે બીચ ઓપનનું ટાઇટલ કબજે કર્યું

0
5

ન્યુ દિલ્હી,તા.૨૫
મોલ્દોવાના રાદુ એલ્બોટે ડેલરે બીચ ઓપનનું ટાઇટલ જીતી લીધું છે. તે એટીપી ટૂર્નામેન્ટ જીતનારો દેશનો પ્રથમ ટેનિસ ખેલાડી બની ગયો છે. એલ્બોટે ફાઇનલમાં બ્રિટનના ડેનિયલ ઇવાન્સને ૩-૬, ૬-૩, ૭-૬(૭)થી પરાજય આપ્યો હતો. એલ્બોટ વર્લ્ડ રેન્કિંગમાં ૮૨ અને ઇવાન્સ ૧૪૮માં સ્થા છે. ફાઇનલ જીત્યા બાદ એલ્બોટે કહ્યું, આ અશ્વિસનીય છે. તમે જીવનમાં ઘણું કામ કર્યા બાદ એક ટૂર્નામેન્ટ જીતો તે શાનદાર હોય છે. તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ હોય છે.
વરસાદને કારણે ફાઇનલ મેચ ૫૬ મિનિટ મોડો શરૂ થયો હતો. પ્રથમ સેટ ૩-૬થી હાર્યા બાદ એલ્બોટે બીજા સેટમાં વાપસી કરી હતી. તેણે બીજા સેટ ૬-૩થી પોતાના નામે કરી લીધો હતો. ત્રીજા સેટ ટાઇબ્રેકર સુધી પહોંચ્યો હતો. તેમાં એલ્બોટે ૭-૬(૭)થી જીતી લીધો હતો. આ મેચ ૨ કલાક ૫૧ મિનિટ સુધી ચાલી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY