મોરબી,તા.૮
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની દેશભરમાં અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં રાષ્ટ્રીય ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગની મદદથી મોરબીની માટીમાંથી દેશના ૧૫૦ જેટલા માટીકલાકારો દ્વારા માટીની અલગ અલગ ૫૦૦૦ જેટલી કુલડીઓ અને અન્ય માટીની ચીજવસ્તુઓ બનાવશે. તેમાંથી ૩૫૦૦ જેટલી ચીજા દિલ્હી લઇ જવાશે અને ત્યાં ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં પાંચ માળ ઊંચી એટલે કે અંદાજે ૧૫૦ ફૂટ ઉચાઇની ગાંધીજીની પ્રતિમા તૈયાર થશે. જે ગાંધીજીની આગામી જન્મજયંતી પહેલા તૈયાર કરવામાં આવશે.
મોરબીની લાલ માટી દેશભરમાં પ્રખ્યાત છે. તેથી આ માટીનો અનોખી રીતે ઉપયોગ કરવાનું મોરબી ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા નક્કી કરાયું છે. મોરબીના
આભાર – નિહારીકા રવિયા ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા કેન્દ્રના રાષ્ટ્રીય ખાદી આયોગની મદદથી દેશના વિવિધ રાજ્યમાં માટીકામ સાથે સંકળાયેલ ૧૫૦ જેટલા કુંભારને મોરબી લાવી આ લાલ માટીને ઇલેક્ટ્રીક ચાકડાની મદદથી અલગ અલગ ચીજ બનાવાની ૬ દિવસ સુધી તાલીમ આપવામાં આવી રહી છે. સાથે સાથે કલાકારો પાસેથી માટીના પ્યાલા, નાની કુલડી, ફૂલદાની સહિતની ૫૦૦૦ ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



