હળવદ યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પી બાળાઓને પતંગનું  વિતરણ કરાયું 

0
31

હળવદ શહેર-ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા યુગ પુરુષ કરોડો યુવાનો ના પ્રેરણાસ્ત્રોત અને દુનિયા માં ભારત દેશ નો ડંકો વગાડ્યો એવા સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતી નિમિતે સ્વામી જી નું પૂજન કરી પુષ્પઅંજલી અર્પી હતી અને કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી બીપીનભાઈ દવે દ્વારા સ્વામીજી ના વિચારો હાજર સૌને ને કહી અને શબ્દરૂપી અંજલિ અર્પણ કરી હતી અને સાથે ચિલ્ડ્રન હોમ ની બાળાઓ ને મકરસંક્રાંતિ નિમિતે પતંગ અને દોરી નું વિતરણ કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમ માં કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે , હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , રણછોડભાઈ દલવાડી , અંસોયાબેન દેથરીયા , સંદીપભાઈ પટેલ ,નાગરભાઈ દલવાડી , નવીનભાઈ ચાવડા સહિત મહાનુભાવો હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી

આ કાર્યક્રમ ને  શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે , ગ્રામ્ય પ્રમુખ ભરતભાઇ દલવાડી , મેહુલભાઈ પટેલ , રાકેશભાઈ ચાવડા, વિશાલભાઈ શેખવા સહિત યુવા ભાજપ ના કાર્યકર મિત્રો એ સફળ બનાવ્યો હતો.

મયુર રાવલ હળવદ મોબાઈલ નંબર 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY