કંપની જ્યાં સુધી પગાર નહીં ચુકવે ત્યાં સુધી વિયર ડેમનું બાંધકામ બંધ રાખવાની કર્મચારીઓની ચિમકી આપી.
રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું ત્યાર બાદ સ્થાનિક આદિવાસીઓ રોજગારી મુદે અનેક વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંદોલન કર્યું છે.હાલ ગરૂડેશ્વર નજીક વિયર ડેમનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે.વિયર ડેમ બન્યા બાદ ત્યાં બોટિંગ,હોટેલો થી લઈને અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સરકારનો પ્લાન છે.ત્યારે વિયર ડેમના નિર્માણ કાર્યમાં કામ કરતા 200 જેટલા આદિવાસી કર્મચારીઓ અને મજૂરોને એક પ્રાઇવેટ કંપનીએ છેલ્લા 3 મહિનાથી પગાર ચૂકવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે.છેલ્લા 3 દિવસથી એ તમામ કર્મચારીઓ પગારની માંગણી સાથે હડતાળ ઉપર ઉતરી ગયા છે જેથી હાલ વિયર ડેમનું કામ ઠપ્પ થઈ ગયું છે.
તો બીજી બાજુ ચાલતી ચર્ચાઓ મુજબ વિયર ડેમના કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી હડતાળ પર છે.તેઓએ પગાર મુદે ભાજપનક નેતાઓ પાસે મદદ માંગી છતાં ોઈ ભાજપવાળા ગરીબ મજુરોને ન્યાય અપાવવા આવ્યા નહીં અંતે એમણે ડો.પ્રફુલ્લ વસાવાને જાણ કરતા તેઓ તુરંત ત્યાં પહોંચી ગયા હતા અને મજુરોને ન્યાય ન મળે ત્યાં સુધી હક્ક માટે લડવાની ખાતરી આપી હતી.સાથે ડો.પ્રફુલ્લ વસાવાએ પગાર મુદ્દે કંપનીના હોદ્દેદારો સાથે વાત પણ કરી હતી તે છતાં કોઈ નિરાકરણ ન આવતા જ્યાં સુધી કંપની મજુરોને પગાર નહીં ચુકવે ત્યાં સુધી વિયર ડેમનું બાંધકામ બંધ રાખવાની ચિમકી પણ મજૂરોએ ઉચ્ચારી છે.વિયર ડેમ પર હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ એ “મજુરોનું શોષણ બંધ કરો..બંધ કરો..ના નારા લગાવ્યા હતા અને ભાજપના રાજમા મજુરો ના શોષણ અંગે ભાજપને હવે ચૂંટણીમા વોટ નહીં આપીએ એમ કહી પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો.
આ મામલે ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસ કહેવા વાળા ભાજપના લોકો મજુરોના અન્યાય બાબતે કેમ ચુપ રહે છે.વિયર ડેમ બનાવતી કંપની ભાજપ વાળાઓની છે.ભાજપ ખોટા વચનો આપે છે મજુરો અને આદિવાસીઓનું શોષણ કરે છે.જો આવુને આવુ જ રહ્યું તો આવનારા દિવસોમાં ખાનગી કંપનીઓને નર્મદા જિલ્લામાં ઘુસવા નહિ દઈએ,જો ત્રણ દિવસમાં આ મજૂરોનો પગાર ન કરાયો તો વિયર ડેમ બનાવતી ખાનગી કંપનીને બિસ્તરા-પોટલા બાંધી કાઢી મુકીશું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





