ટંકારાની લાઇફલિંક્સ વિદ્યાલયમાં શાળાના ૫ શિક્ષકોએ વિદ્યાર્થીઓને પટ્ટા વડે ફટકાર્યા

0
6

ઓફિસરૂમમાં લઈ જઈ વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યો,મોરબી જિલ્લામાં ખાનગી શાળાઓ બંધ પાડશે
મોરબી,તા.૨
ટંકારાની લાઈફલિંકસ વિદ્યાલય નામની ખાનગી શાળામા કોઈ ટીખળખોર છાત્રએ ફટાકડો ફોડતા ધો.૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળા સંચાલક સહિત ૫ શિક્ષકોએ શાળાના રૂમમાં પુરી લાકડી અને પટ્ટાથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કણસતી હાલતમાં ઘરે પહોંચેલા વિદ્યાર્થીની તબિયત બગડતા મોડી રાત્રે તેને ૧૦૮ની મદદથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેથી પરિવારજનોએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
ઘટનાની વિગત અનુસાર લાઈફલિંકસ વિદ્યાલયમાં બુધવારે ક્લાસરૂમમાં કોઈ વિદ્યાર્થીએ ફટાકડો ફોડયો હતો. જેનો ખાર રાખી બીજે દિવસે ગુરૂવારે શાળાના સંચાલક જયંતિભાઈ બારૈયા ઉપરાંત જયદીપ ગઢીયા, સુભાષ ઘેટીયા, અંકિત રૈયાણી, કલ્પેશ કોટડીયા સહિતના શિક્ષકોએ પાંચેક વિદ્યાર્થીઓને રહેમીથી ગડદા પાટુ, લાકડી અને કમરપટ્ટાથી ઢોર માર માર્યો હતો. ફરી ઓફિસરૂમમાં લઈ જઈને પણ માર માર્યા હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
શિક્ષકોના દમનનો ભોગ બનેલા વિદ્યાર્થી પૈકીનો ધો.૧૨ કોમર્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળામાંથી છુટયા બાદ પોતાના ગામડે ખોડાપીપર ગામ પહોંચ્યો હતો. પરંતુ શિક્ષકોના મુંઢ મારથી મોડી રાત્રે તબિયત લથડતા મજુરીકામ કરતા પિતાએ ૧૦૮ની મદદથી ટંકારા હોસ્પિટલ ખસેડ્યો હતો. રોષે ભરાયેલા વાલીઓએ શાળામાં જઈ હંગામો મચાવ્યો હતો અને શાળાની માન્યતા રદ્દ કરવા માટે કલેક્ટરને ફરીયાદ કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેથી પોલીસે સંચાલક સહિત ૫ શિક્ષક વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરીયાદ દાખલ કરી છે.
ટંકારા તાલુકાની લાઈફ લિંક સ્કુલમાં ૪ શિક્ષક અને ૧ સંચાલક ઉપર શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કર્યા વિના એટ્રોસિટીનાં કાયદાનો ગેર ઉપયોગ કરી થયેલી ખોટી ફરીયાદ બાબતે, મોરબી જિલ્લાની તમામ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ આજથી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કર્યો છે. હાલ શાળાઓમાં ચાલતી દ્વિતીય પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY