આતંકવાદી હુમલાથી હળવદવાસીઓમાં રોષ : શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી મૌન રેલી કાઢી આવેદન પત્ર આપ્યું

0
30

જમ્મુ કશ્મીર ના પુલવા માં આતંકવાદી હુમલા માં શાહિદ થયેલ વીર જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજરોજ હળવદ માં શાંતિ રેલી કાઢી અને વીરાંજલી અર્પવા માટે ના કાર્યક્રમ નું આયોજન કરયુ હળવદ ની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ વાલીઓ હળવદ વ્યાપારી મહા મંડળ તથા હળવદ શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઇને શ્રદ્ધાંજલી અર્પણ કરી

મૌન રેલી શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર થી ૧૫/૨/૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પ્રસ્થાન કરી જે દરબારનાકા થઈ શહેર ના મુખ્ય માર્ગ પર થઈ અને વિનોબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી.

પુલવા માં CRPF ના કાફલા પર થયેલજવાનો ને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અને ઘાયલ થયેલ જવાનો ઝડપ થી સ્વસ્થ થઈ જાય એજ માઁ ભારતી ના ચરણો માં પ્રાર્થના કરવામાં આવી

કાશ્મીરમાં જવાનો પર થયેલા આતંકવાદી હુમલાથી દેશ ભરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે હળવદ માં પણ આતંકવાદી હુમલાની લોકોએ રોષભેર આકરી નિંદા કરી હતી અને સાથે હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. હળવદ ની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ મૌન રેલી સ્વરૂપે શ્રધ્ધાંજલિ અર્પણ કરી આવેદનપત્ર આપ્યું હતું

આર્મીના જવાનો પર આતંકવાદી હુમલાથી રોષે ભરાયેલા હળવદ વાસીઓ રોષભેર પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવયા હતા. અને સરકાર પાસે આતંકી હુમલા સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ સાથે શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી ,કેન્ડલ સળગાવી શહીદ જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત હળવદ ની અનેક રાષ્ટ્ર પ્રેમી સંસ્થા દ્વારા પણ શહીદ જવાનો માટે શ્રદ્ધાંજલિ આપતા જાહેર કાર્યકમોના આયોજન થયા હતા કાશ્મીરમાં થયેલા સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાને હળવદવાસીઓએ કડક શબ્દોમાં નિંદા કરી પાકિસ્તાન સામે સરકાર કડક હાથે કામ લે તેવી લાગણી વ્યક્ત કરી હતી
આપ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, બીપીનભાઈ દવે, ડો કે, એમ, રાણા, ધનશ્યામભાઈ દવે હીતેન ઠકકર દીપકદાસજી મહારાજ સહીત સ્કુલનાતમામ સંચાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY