સુરત જિલ્લા ક્ષેત્રમાં બેન્ક ઓફ બરોડાને ૩૮ ટકા વૃધ્ધિદર નોંધાયો
સુરત, તા. ૧૧
બેંક ઓફ બરોડા, સુરત જિલ્લાક્ષેત્ર દ્વારા કડોદરા ખાતે બરોડા ઝોનના ઝોનલ હેડ અને જનરલ મેનેજર પ્રદીપ શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં ટાઉનહોલ મીટીંગનું આયોજન તથા શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરાયા હતા.
આ વેળાએ બરોડા ઝોનના ઝોનલ હેડ અને જનરલ મેનેજર પ્રદીપ શ્રીવાસ્તવએ સુરત જિલ્લા ક્ષેત્રના સ્ટાફગણે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ એવોર્ડ આપીને સન્માનિત કરતા જણાવ્યું હતું કે, બેંક પોતાના ગ્રાહકોને સારામાં સારી સુવિધાઓ આપવા કૃતનિશ્ચયી છે જે બેંકના દરેક સ્ટાફમિત્રોના સહયોગથી શક્ય બની શક્યું છે. બેક ઓફ બરોડાના સુરત જિલ્લાક્ષેત્રએ ગયા વર્ષ કરતા સરેરાશ ૩૮ ટકા વ્યવસાયમાં વૃધ્ધિ નોંધાવી પ્રસંશનીય કાર્ય કર્યું છે. જે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે વધુમાં કહ્યું કે, દેના બેંક અને વિજયા બેંકની શાખાઓનો પણ આપણા બિઝનેસ ગ્રોથમાં લાભ મળશે અને આપણે આવતા વર્ષે શ્રેષ્ઠત્તમ કામગીરી આપી ગ્રાહકોને ઉમદા સેવા પ્રદાન આપીએ તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
બેંક ઓફ બરોડના રિજનલ હેડ શ્રી કે. કે. સિંગએ મહેમાનોનું સ્વાગત કરતા બેંક ઓફ બરોડા ડિસ્ટ્રીક્ટ રિજયોનને હાસલ કરેલી સિદ્ધિઓ વિશે જણાવતા કહ્યું કે, બરોડા ઝોનમાં ગોલ્ડ અને એગ્રીકલ્ચર કાર લાનમાં પણ પ્રથમ સ્થાન સુરત જિલ્લા રિજયને પ્રાપ્ત કર્યું છે અને આવા જ ઉત્સાહ અને જોશથી આવતા વર્ષમાં પણ સારો પર્ફોર્મન્સ આપવા સ્ટાફગણને પ્રોત્સાહિત કર્યા હતા. અંતમાં ડેપ્યુટી રિજનલ હેડ શ્રી મનોજ ગુપ્તાએ આભારવિધિ કરતા જણાવ્યું કે, આવતા વર્ષમાં પણ આવા જ પર્ફોમન્સ આપી બેંક ગ્રાહકોને બેસ્ટમાં બેસ્ટ આપી શકે તેવા પ્રયાસો રહેશે. આ વેળાએ બેંક ઓફ બરોડા સુરત જિલ્લાક્ષેત્ર હેઠળના ૪૦૦થી વધારે અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેંક ઓફ બરોડાના સ્ટાફગણે મીટીગને સફળ બનાવતા જહેમત ઉઠાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



