મોરબીમાં જૂથ અથડામણઃ એકની હત્યા, ત્રણને ગંભીર ઈજા

0
29

મોરબી,તા.૧૫
મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા ૫ જેટલા મિત્રો રફાળેશ્વર ગામ નજીક ગુરુવારે મોડી રાત્રે જમવા ગયા હતા. જા કે જે સ્થળે તેઓ જમવા ગયા હતા ત્યાં આરોપી અને ફરિયાદીના મોટા બાપુજી વચ્ચે બોલાચાલી થઇ હતી. આરોપીએ તમે મારો મચ્છી મુરઘીનો થડો પડાવી લેવા કેમ આવ્યા છો તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા. ઝઘડો વધતા અન્ય ૧૦ જેટલા લોકો તલવાર અને ધોકાથી ૫ યુવાનો પર હુમલો કર્યો હતો. જેમાં એક વ્યકિતનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યકિતને ગંભીર ઈજા પહોચાડી હતી. જેમને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતો યુવક ઇમરાન ફરીદ જેડા અને તેના મિત્રો રોહિત, અલીમામદ મયુદીન સંધવાણી, પ્રશાંત ઉર્ફે લાલો રામજીભાઈ હુસેન જુસબભાઈ સહિતના એક કારમાં તેમના મોટા બાપુ સઈદુ મેપાભાઈ જેડાના કહેવાથી રફાળેશ્વર નજીક ઇશાક અલીભાઈ જામની હોટેલમાં જમવા ગયા હતા. જા કે રાત્રીના સમયે ઈશાકભાઈ અને સઈદૂ વચ્ચે ઝઘડો થયો હતો. ઈશાક ભાઈએ તમે અમારો થડો પડાવી લેવા આવ્યો છે તેમ કહેતા બોલાચાલી થઈ હતી. કાસમ ઈશાક મોવર, ઈશાક અલી જામ, વલી ઇશાક જામ ,અલી ઇશાક જામ, અનવર ઇશાક જામ અને અન્ય ૫ જેટલા અજાણ્યા શખ્સ ધસી આવ્યા હતા. પાઈપ, ધારીયું, તલવાર અને ધોકા જેવા હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો.
આ હુમલો એટલો ઘાતક હતો કે સઇદુ મેપા જેડાના મોઢા અને માથામાં ધારિયાથી ગંભીર ઈજા પહોચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અલી સંધવાણી અને પ્રશાંતને પણ ગંભીર ઈજા પહોચતા સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY