મુંબઈ,તા.૧૫
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થયા છે. તેમની આ શહીદી પર દેશભરમાંથી આકરી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બોલીવુડ હસ્તીઓએ પણ આ હુમલાની આકરી ઝાટકણી કાઢી છે. પરંતુ જાણીતા ગાયક સોનુ નિગમે તો આતંકી હુમલા બાદ કોઈનું નામ લીધા વગર ટિપ્પણી કરી છે.
સોનૂ નિગમે ભારે કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું હતું કે, જવાનોની શહીદીનો અફસોસ તમે કેમ કરો છો? તમે તો ભારત તેરે ટુકડે હોંગેપ જેવી વિચારધારા ધરાવતા સેકિયુંલર લોકો છ. એક વીડિયોમાં સિંગર કહે છે કે, સાંભળ્યું છે કે, તમે ખુબ જ હોબાળો મચાવી રહ્યાં છો. દુખ વ્યકત કરી રહ્યાં છો કારણ કે સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. ૪૪ જવાનો હતા. અરે ૪૪ હોય કે ૪૪૦ હોય પણ તમે આટલુ દુખ કેમ વ્યક્ત કરી રહ્યાં છો. આમાં દુખ લગાડવાની કિયા વાત છે. તમે એ કરો જે આ દેશમાં યોગ્ય છે, જે સેકિયુંલર લોકો કરે છે. આ વાત પર દુખ વ્યક્ત્ત કરવાનું કામ ભાજપ, આરએસએસ, હિંદુત્વવાદી, રાષ્ટ્રવાદી સંસ્થાઓ પર છોડી દો. તમે તો એ જ કરો જે સેકિયુંલર લોકો કરે છે.
ત્યાર બાદ સોનૂ નિગમ વીડિયોમાં એમ કહેતા પણ નજરે પડે છે કે, ભારત તેરે ટુકડે હોંગેપ. અફઝલ હમ શરમિંદા હૈ.. બોલો. તમારે ભારતમાં રહેવું હોય તો આ પ્રકારની સેકિયુંલર વિચારધારા રાખવી જાઈએ. અહીં વંદે માતરમ ગાવું ખોટું છે. સીઆરપીએફના જવાનોના મોત પર દુખ ના વ્યક્ત કરો. નમસ્તે પણ ના બોલો,,, લાલ સલામ બૂલો. સોનુ નિગમે આ કટાક્ષ એ બોલીવુડ હસ્તીઓ પર કર્યો છે જે દરેક મુદ્દે માનવાધિકારની વાતો કરતા આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





