ગુજરાત કોળી સેના હળવદ અને મેલડી ગ્રુપ દ્વારા મૌન રેલી,કેન્ડલ માર્ચ કરી વિરશહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

0
51

કાશ્મીરના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા હળવદ ના દરેક ગામમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં હળવદ ખાતે ગુજરાત કોળી સેના હળવદ અને મેલડી ગ્રુપ દ્વારા મૌન રેલી, કેન્ડલ માર્ચ યોજી વિરશહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી .
શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેમજ શહીદ પરિવારો માટે ફંડ એકત્ર કરવા ગુપ્ત દાન કરવામાં આવ્યું હતું શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા જેમાં કેન્ડલ માર્ચ યોજી તેમજ મૌન રેલી દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી,
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે CRPF ના જવાનો ના કાફલા પર આતંકવાદીઓ ઘ્વારા હુમલો થયો હતો જેમાં 40 જેટલા જવાનો શહિદ થયા હતા જેના સંદર્ભમાં શહીદોના બલિદાનમાં શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમા હિંદુ -મુસ્લિમ દરેક સમાજના નાનામોટા યુવાનો તેમજ સાથે સૌ મડી ભવ્ય રેલીમાં જોડાયા હતા અને સ્કેન્ડલ યાત્રા પણ રાખવામાં આવેલી હતી અને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી, આ કાર્ય ક્રમમા પાકિસ્તાન મુર્દાબાદ ,હિન્દુસ્તાન જિંદબાદ જેવાં નારા સાથે ગણોજ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત કોળી સેના હળવદ શહેર પ્રમુખ વિજયભાઈ ચાવડા કચ્છ જિલ્લાના ભાજપના પ્રભારી બીપીનભાઈ દવે મહંત દીપકદાસજી મહારાજ રમેશભાઈ ઠાકોર,ભરત ચાવડા, સંજય ઠાકોર,રાજુ ચાવડા, હીતેશભાઈ, સતિષ ઠાકોર સહીત કોળીસેના યુવાનો તથા મેલડી યુવા ગ્રુપ ના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY