કાશ્મીરના પુલવામા માં આતંકવાદી હુમલામાં શહીદ થયેલ CRPF વીર જવાનો નું ઋણ,બલિદાન, શૌર્ય દેશમાટે હંમેશા ગૌરવ અને અમર રહેછે….. આપણે કોઈ વ્યક્તિ નથી ગુમાવ્યા પરંતુ માં ભારતીનું એક શસ્ત્ર ગુમાવ્યું આ દિવસ ભારતદેશના ઇતિહાસ માં કાળમોં દિવસ બન્યો,
એટલુંજ નહિ…
કુટુંબ કબીલાએ દીકરો ખોયો, પત્નીએ પોતાનો પતિ ખોયો
બાળકોએ પોતાનો બાપ ખોયો, મોસાળે ભાણેજ ખોયો
ભાઈ એ ભાઈ ખોયો, બહેને રાખડીનો હકદાર ખોયો,,
…પણ માં ભારતીયે, આપણે સૌએ જાંબાજ વીર સપૂત ખોયો…..
ત્યારે આ શૌર્ય અને હૃદય દ્રવિ દુઃખદ ઘટના બાદ દેશકાજે પોતાની વીરતા,નિષ્ઠા, રાષ્ટ્રભક્તિ ને સલામ કરી શહીદ થયેલ તમામ જવાનો ને આપણે સમગ્ર ગામવતી શ્રધ્ધાંજલી અર્પણ કરી તેમના આત્માશાંતિઃ માટે ભગવાનને પ્રથાના કરી તેમજ શહીદો ના પરિવારજનોને શાંત્વના આપવા હળવદ તાલુકાના શ્રીજીનગર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ સભા યોઈ હતી બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડીયા હતા, હનુમાનજી મંદિર ખાતે શ્રીજીનગર મુકામે શ્રધ્ધાંજલી સભા સમય સાજે ૫.૩૦ કલાક રાખવામાં આવી હતી,
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





