મોરબી,તા.૨
ચોટીલા પંથકમાં થોડા દિવસ પહેલા ફેસબુક ફ્રેન્ડ બનેલી યુવતી સાથે નિરાંતની પળો માણવા આવેલા મોરબીનાં ઉદ્યોગપતિને પોલીસનાં નામે ધમકાવીને ૧૦ લાખનો તોડ થઈ જતાં ચોટીલા પોલીસે યુવતી તથા તેના મળતીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મોરબી નજીક સિરામીક ટાઈલ્સનું કારખાનુ ધરાવતા અશ્વિનભાઈ મધુભાઈ પટેલ (ઉ.૪૨)નાં ફેસબુક ઉપર રીંકલ પટેલ નામની છોકરીએ મોકલેલી ફ્રેન્ડ રીકવેસ્ટ બાદ બન્ને વચ્ચે ઓળખાણ અને વાતચીતો ચાલુ થઈ હતી અને બાદમાં યુવતીએ બ્યુટી પાર્લરનો કોર્ષ કરવા ૧પ હજાર રુપિયા આંગડિયામાં મોકલવાની વાત કરતા, ઉદ્યોગપતિ અશ્વિનભાઈએ રુબરુ મળશું ત્યારે આપવાની વાત કરી હતી. ત્યારબાદ ગત તા.૫મીએ ચોટીલા મળવા બોલાવી ઉદ્યોગપતિ અશ્વિનભાઈની બ્રેઝા કારમાં ચોટીલા હાઈવેની હોટલમાં જમી કરીને તેઓ લોન્ગ ડ્રાઈવ પર આણંદપુર રોડ તરફ ડુંગરાળ વિસ્તારમાં ગય હતા.
જ્યાં બન્નેએ ટેકરી ઉપર બેસી નિરાંતની પળોમાં માણી હતી. ત્યારે તેઓની કાર પાસે બાઈક લઈને ઉભેલા ત્રણ માણસોએ પોલીસ તરીકે ઓળખ આપી ગાળો બોલી માર માર્યો હતો અને પોલીસ સ્ટેશને લઈ જવાની ધાક-ધમકી આપી હતી. આ સાથે ત્રણેય શખ્સોએ ઉદ્યોગપતિ અશ્વિનભાઈની કારમાં બેસી જઈએ યુવતીનું મેડીકલ ચેકઅપ કરાવવાનું કહી ઉઠાવી ગયા હતા. પરીણામે આબરુ બચાવવા ઉદ્યોગપતિ અશ્વિનભાઈએ ૧૦ લાખ રુપિયા આપેલા હતા.
તેમ છતા યુવતીનાં મોબાઈલ નંબર પરથી ઉદ્યોગપતિ અશ્વિનભાઈને કોલ કરીને ચોટીલા પોલીસ સ્ટેશનથી પરમાર સાહેબ બોલુ છું તેમ કહીને છોકરી પોલીસ સ્ટેશને આવી છે અને તમારે પણ નિવેદન લખાવવા આવવું પડશે તેવા ફોન ચાલુ કર્યા હતા. વાતચીત દરમિયાન વધુ બે લાખ માંગ્યા હતા. પરિણામે ઉદ્યોગપતિ અશ્વિનભાઈએ પોલીસ હોવાનો પુરાવો માંગીને લેન્ડલાઈન પરથી કોલ કરવાનું કહેતા એ શખ્સોએ પોલીસ સ્ટેશનનાં નંબર પરથી મીસ્ડ કોલ પણ કર્યો હતો.
જેથી ઉદ્યોગપતિ અશ્વિનભાઈને પોતે હનીટ્રેપનો શિકાર બનેલા હોવાનું જણાતા ખાનગી તપાસ કરાવી તો યુવતી અને તેના મળતીયાઓનાં કેટલાક પુરાવા પણ મળ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




