ટેનિસ ચેમ્પિયનશિપઃ ફેડરર ફાઇનલમાં, ૧૦૦માં ટાઇટલથી એક જીત દૂર

0
23

દુબઈ,તા.૨
સ્વિટ્‌ઝર્લેન્ડના રોજર ફેડરર પોતાનું ૧૦૦મું એટીપી ટાઇટલ જીતવાની નજીક પહોંચી ગયો છે. તેણે દુબઈ ડ્યૂટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. રોજર ફેડરરે શુક્રવારે મોડી રાત્રે રમાયેલા બીજા સેમિફાઇનલમાં ક્રોએશિયાના બોર્ના કોરિચને સીધા સેટોમાં ૬-૨, ૬-૨થી પરાજય આપ્યો હતો. હવે તેનો સામનો ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિતસિપાસ સામે થશે, જેણે શુક્રવારે ફ્રાન્સના ગેલ મોંફિલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
વર્લ્ડ નંબર-૭ રોજર ફેડરર ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચવાની નજીક છે. જા તે ફાઇનલમાં વિજય મેળવે તો આ તેની ૧૦૦મી ટૂર લેવલની ટ્રોફી હશે. આ સાથે તે જિમી કોનર્સની બરોબરી કરી લેશે. કોનર્સ પ્રથમ એવો ખેલાડી છે જેની પાસે ૧૦૦ ટૂર લેવલ ટ્રોફી છે. કોનર્સની પાસે કુલ ૧૦૯ ટૂર ટાઇટલ છે.
ફેડરરે ફાઇનલમાં તે ખેલાડીનો સામનો કરવાનો છે, જેણે વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં તેને પરાજય આપ્યો હતો. ફેડરર જ્યારે સિતસિપાસ સામે ઉતરશે તો તેના મગજમાં આ વાત જરૂર હશે. મેચ બાદ ફેડરરે કહ્યું, લગભગ થોડી બદલાની ભાવના હોય. તે મેચ મને પરેશાન કરે છે પરંતુ આ રમતનો ભાગ છે. તેણે તે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સિતસિપાસે કહ્યું, મને ખ્યાલ છે કે, તે પૂર્ણ રીતે તૈયાર હશે. આ અમારા બંન્ને માટે આસાન નથી. તે મને હરાવવા ઈચ્છશે. તેના માટે તે મોટી હાર હતી. મને ખ્યાલ છે કે, તે કોર્ટ પર બદલો લેવા ઉતરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY