ઓફિસમાં બંદુકની અણીએ ત્રણ લાખની લૂંટ, ઘટના સીસીટીવીમાં કેદ

0
6

મોરબી,તા.૬
શહેરનાં વાંકાનેર હાઈ-વે પર આવેલી ફ્લિપકાર્ટની ઓફિસમાં રાત્રે કેટલાક અસામાજીક તત્વોએ બંદુકની અણીએ લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. રાત્રે નવ વાગ્યા આસપાસ ૪ જેટલા બુકાનીધારી શખ્સો ઓફિસમાં ઘુસી આવ્યા હતા અને મારપીટ કરી ત્રણેક લાખ જેટલી રકમની લૂંટ ચલાવી ફરારથઈ ગયા હતાં.
લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદઃપોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર ૪ જેટલા બુકાનીધારી શખ્સો પાર્સલ લેવાના બહાને ઓફિસમાં ઘુસી આવ્યા હતા. કર્મચારીઓને માર મારીને લૂંટારૂઓએ ત્રણેક લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. જા કે લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ બી-ડિવિઝન પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને ફરાર ઓરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY