ચૂંટણીના દિવસે રાજકીય જાહેરખબર પર પ્રતિબંધ નહીં મુકાય

0
4

ન્યુ દિલ્હી,તા.૬
ચૂંટણીના દિવસે અખબારોમાં રાજકીય જાહેરખબર પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવા ચૂંટણી પંચની દરખાસ્ત આગામી લોકસભાની ચૂંટણી પંચ અમલી બનશે નહીં, કારણ કે આ પ્રસ્તાવ કાનૂન મંત્રાલય સમક્ષ પેન્ડિંગ છે. આ દરખાસ્ત માટે પિપલ્સ ઍક્ટમાં ફેરફાર કરવા જરૂરી છે.
આ વખતે બજેટ સત્ર ટૂંકાગાળાનું હતું. તેથી કાનૂન મંત્રાલય સુધારાનો પ્રસ્તાવ કેબિનેટમાં મૂકી શકિયો નહોતો. રાજકીય પક્ષોની સહમતી જરૂરી છે. હવે ૧૭મી લોકસભા આ દરખાસ્ત વિશે વિચારશે.
હાલ મતદાનના ૪૮ કલાક અગાઉ ઈલેક્ટ્રોનિક મીડિયામાં ચૂંટણી જાહેરાત વિશે પ્રતિબંધ છે. હવે પ્રિન્ટ મીડિયામાં પણ પ્રતિબંધ મૂકવા કમિટીએ ભલામણ કરી છે, જે અમલમાં આવશે તો કોઈપણ રાજકીય પક્ષ ચૂંટણીના દિવસે જાહેરખબર પ્રકાશિત કરી શકશે નહીં.
૨૦૧૬માં ચૂંટણી પંચે ઈલેક્ટ્રોલ કાનૂનમાં સુધારો કરવા સરકારને વિનંતી કરી હતી. એપ્રિલ-મેમાં ચૂંટણી થશે. ૧૬મી લોકસભાની મુદત ત્રણ જૂને પૂરી થાય છે. તે પહેલાં નવી લોકસભાનું ગઠન થઈ જવું જોઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY