ભરૂચના જુના ભરૂચમાં ચૂંટણીલક્ષી બેનરની બબાલ

0
239

◆ કોંગ્રેસ અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ વચ્ચે બેનર ફાડવા મુદ્દે ઝપાઝપી
◆ વિસ્તારનો વિકાસના થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરે જ વિરોધી સૂર ઉઠાવી મત માંગવા આવનારને જુતાનો હાર પહેરાવવાની જાહેરાત કરી હતી.
ભરૂચ.
લોકસભા ચૂંટણી જાહેર થતા જ જ્યાં વિકાસ નથી થયો તેવા વિસ્તારમાં નારાજ લોકો બેનર લગાવી પોતાનો રોષ વ્યકત કરતા હોય છે. ભરૂચમાં લાગેલા ચૂંટણીલક્ષી બેનરે બબાલ ઉભી કરી છે. બેનરની બબાલ મા એક જ વિસ્તારના બે જૂથો વચ્ચે બોલાચાલી અને બેનર ફાડવા ના મુદ્દે ખેંચાતાણી અને ઝપાઝપી થતા મામલો ગરમાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુ સાર જુના ભરૂચમાં રહેતા કોંગ્રેસના કાર્યકર નિખિલ શાહે એક જાહેર બેનર લગાડ્યું હતું. જેમાં ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારમાટે આવે તો જુતાનો હાર પહેરાવવાની ઘોષણા કરી હતી.
આ બેનર નિખિલ શાહે વ્યક્તિગત લગાવ્યું છે. જુના ભરૂચના નામે બેનર લગાવવાના સ્થાને તેણે પોતાના વ્યક્તિગત નામથી બેનર લગાવવું જોઈએ તેવા આક્ષેપ સાથે આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ધવલ કનોજીયાએ પોતાના સમર્થકો સાથે બેનર ફાડવા જતા વિવાદ ઉભો થયો હતો. આ બાજુ નિખિલ શાહ અને તેના મિત્રોને ખબર પડતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચતા બબાલ ઉભી થઇ હતી. બંને જૂથ સામસામે આવી જતા બોલાચાલી બેનર ખેંચાતાણીના દ્રશ્ય સર્જાયા હતા. જેને લઈ. એક તબક્કે વાતાવરણ ગરમાયુ હતું.
કોંગ્રેસ કાર્યકર નિખિલ શાહે બેનર ફાડવા ની ઘટના સામે રોષ વ્યક્ત કરી આગામી દિવસોમાં બેનરો લગાવવાની અને ભાજપના કાર્યકરોમાં તાકાત હોય તો રોકી બતાવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે બીજી બાજુ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ધવલ કનોજીયાએ એ જુના ભરૂચના નામે બેનર લગાડવાની ઘટનાને વાખોડી નાખી. નિખિલ શાહે બેનર લગાડવું હોય તો જુના ભરૂચના નામે નહીં પણ પોતાના નામે લગાવે તેવો આક્ષેપ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY