ભાજપના કાઉન્સીલર દીપકભાઈ પોપટના પાલિકાના શાસકો સામે પ્રહારો
મોરબી નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે અને આકરા વેરા વસુલતા પાલિકા તંત્ર દ્વારા પ્રજાલક્ષી કામગીરી શૂન્ય રહી હોય જેથી શહેરમાં પાયાના પ્રશ્નો ખદબદી રહ્યા છે જેને પગલે ભાજપના સદસ્ય દ્વારા કોંગ્રેસ શાસિત નગરપાલિકા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે
મોરબી નગરપાલિકાના ભાજપના સદસ્ય દીપકકુમાર પોપટે નગરપાલિકાના કોંગ્રેસના શાસકોને આડેહાથ લેતા જણાવ્યું છે કે કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પાણીનો પોકાર અને સ્વચ્છતા માટે બુમાબુમ છતાં કોઈ સંભાળનાર નથી છેલ્લા ઘણા સમયથી કોઈ વોર્ડની રોડ રસ્તા, ગટર અંગેની કોઈ પણ ફરિયાદનો નિકાલ થયો નથી પદાધિકારીઓ વોર્ડમાંથી ચૂંટાયા પછી ખુદના મતદારને ઓળખવાનું જાણે ભૂલી ગયા હોય અને પોતાના અંગત સ્વાર્થના કામો સિવાય કોઈને ગાઠતા જ નથી તે ઉપરાંત કોંગ્રસના ધારાસભ્ય પર પ્રહાર કરતા જણાવ્યું છે કે મોરબી વિધાનસભા સીટ મેળવી ચુકેલા કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા પોતાનો પણ કઈક લાભ હોય તેમ પોતે ખુદ પોબારા ભણી ગયા હોવાના પ્રહારો કર્યા છે આજે દરેક વોર્ડમાં ગંદકી, ઉકરડા નજરે પડે છે અને સોસાયટીની બહેનો પાણી માટે કચેરીએ હંગામો કરે છે ત્યારે પાલિકાના નીમ્ભર શાસકોએ વિચાર કરવો રહ્યો તેમ પણ જણાવ્યું છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





