ચૂંટણી નહીં લડું, પાર્ટી માટે પ્રચાર કરીશ : કમલ હસન

0
9
ચેન્નાઇ,તા.૨૫
પ્રખ્યાત અભિનેતા અને મક્કલ નધિ માઈમ પાર્ટીના સ્થાપક કમલ હસને લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે પરંતુ તેઓ પોતાના પક્ષ માટે પ્રચાર કરશે. કોઇમ્બતુરમાં એક બેઠક દરમિયાન કમલ હસને જણાવ્યું હતું કે તેઓ ચૂંટણીથી દૂર રહીને પાર્ટીના અન્ય ઉમેદવારો માટે પ્રચાર કરવા ઈચ્છે છે. આ બેઠક દરમિયાન કમલ હસને ૧૮મી લોકસભાની ચૂંટણી માટે પોતાની પાર્ટીના ઉમેદવારોની જાહેરાત પણ કરી.
કમલ હસને કહ્યું કે, ‘સંભવિત ઉમેદવારો તરફથી આપવામાં આવેલા આવેદનમાંથી ઘણા બધામાં મારું નામ હતું તેથી તમામ ૪૦ બેઠકોને હું મારો ચૂંટણી વિસ્તાર માનું છું.’ ૬૪ વર્ષીય કમલ હસન ચૂંટણી અગાઉના વચનોની લાંબી યાદી બનાવીને આવ્યા હતા. જેમાં બેરોજગારોને નોકરીઓ, મહિલાઓને સમાન આવક તેમજ અનામત અને ખેડૂતોને સો ટકા લાભ વગેરે જેવા વચનો હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY