મુંબઇ,તા.૧૦
બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર ટૂંક સમયમાં જ ડિઝિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. એમેઝોન પ્રાઈમના વેબ સીરીઝ ‘ધ એન્ડ’માં અક્ષય કુમાર જાવા મળશે. આ સ્ટંટ બેસ્ડ શો છે. આ વાતની જાણકારી હાલમાં જ અક્ષય કુમારે એક શો પર સ્ટંટ કરતા અક્ષય કુમારે આપી હતી. પરંતુ આ દિવસોમાં અક્ષય કુમારને લઈને એ ચર્ચા જારો પર છે કે તે આ શો માટે ૯૦ કરોડ રૂપિયા ફી લેવાનો છે.
એક રિપોર્ટ અનુસાર અક્ષય કુમારે પોતાની ડેબ્યૂ વેબ સીરીઝને ૯૦ કરોડમાં સાઈન કરી છે. જાકે અક્ષય કુમારની ટીમ પાસે કન્ફર્મ કરવામાં આવ્યું ત્યારે ત્યાથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર અક્ષય કુમારની ફિ ૯૦ કરોડ રૂપિયા હશે. આ વાત કહેવામાં આવી રહી છે. આ સીરીઝ માટે અક્ષય કુમારને તૈયાર કરવામાં તેના પૂત્ર આરવનો ખૂબ મોટો હાથ છે. બોલિવુડમાં સફળ ફિલ્મો આપ્યા બાદ અક્ષય ડિઝિટલ ડેબ્યૂ ન હતો કરવા માંગતા. પરંતુ દિકરાના કહેવા બાદ તેણે આ માટે હામી ભરી.
બોલિવુડાના મિસ્ટર કુમાર એટલે કે ફેમસ એક્ટર અક્ષય કુમારે હાલમાં જ મુંબઈના એક કોન્સર્ટમાં હાજરી આપી હતી. તે સમયે ખીલાડી કુમારનો એક અલગ જ અંદાજ જાવા મળ્યો હતો. તેણે રેમ્પ વાક કર્યું પરંતુ આ રેમ્પ વાક કોઈ મામુલી ન હતું. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અક્ષય કુમાર આગમાં લપેટાપેલો છે અને રેમ્પ વાક કરતો જાવા મળી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



