મોરબી,તા.૨
મીડિયા વિરુદ્ધ બીભત્સ વાણી વિલાસ કરવાના ગુનામાં પાસના આગેવાન નિલેશ એરવાડિયાની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કોર્ટે નિલેશ એરવાડિયાના દોઢ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. હાઇકોર્ટના આગોતરા જામીનના દોઢ વર્ષ બાદ મોરબી બી ડિવિઝન પોલીસે નિલેશ એરવાડિયાની ધરપકડ કરી છે.
ઘટનાની વિગત અનુસાર મોરબીનાં પત્રકાર અતુલ જાશીએ દોઢ વર્ષ પહેલાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.મોરબી મીડિયા ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓડિયો ક્લીપના પૂરાવાના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલે પોલીસે મોબાઈલ કબજે કરી એફએસએલમાં મોકલાયા હતા. ઉલ્લેખનીય છે કે, નિલેશ એરવાડિયા દ્વારા મીડિયાને ગાળો આપવા અને મીડિયાની ઓફિસો સળગાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બદલ તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



