રાજકોટથી મુંબઈ જવા એર ઇન્ડિયાની ફ્લાઈટ હાઉસફુલ ઊડી

0
67

રાજકોટ,તા.૨
અત્યાર સુધી રાજકોટથી મુંબઈ જવા એક દિવસમાં ત્રણ-ત્રણ ફ્લાઈટ ઉડાન ભરી રહી હતી, પરંતુ ૧ એપ્રિલથી જેટ એરવેઝની સવાર અને રાત્રિની ફ્લાઈટ બંધ થઇ જતા હવે રાજકોટવાસીઓને મુંબઈ જવા માટે એકમાત્ર એર ઇન્ડિયાની સાંજની ફ્લાઈટનો જ આધાર હોય સોમવારની એર ઇન્ડિયાની ૧૨૨ યાત્રિકોની કેપેસિટી ધરાવતી મુંબઈની ફ્લાઈટ ૧૨૨ મુસાફરો સાથે હાઉસફુલ ઉડાનભરી હતી. સોમવારથી ત્રણ પૈકી મુંબઈનીબે ફ્લાઈટબંધ થઇ છે. સામાન્યદિવસોમાં મોટાભાગે ઘણી સીટો ખાલી રહેતી હોય છે, જ્યારે હવે દરરોજ એકમાત્ર ફ્લાઈટ હોય એર ઇન્ડિયામાં અત્યારથી જ એડવાન્સ બુકિંગ પણ થવા લાગ્યા છે.
એર ઇન્ડિયાની મુંબઈથી ફ્લાઈટ દરરોજ બપોરે ૪.૪૫ કલાકે રાજકોટ લેન્ડ થાય છે અને ૫.૩૦ કલાકે રાજકોટથી ફરી મુંબઈ જવા ટેકઓફ થાય છે. સામાન્ય દિવસોમાં સાંજની ફ્લાઈટમાં ઘણી સીટો ખાલી રહેતી હોય છે, પરંતુ હવે રાજકોટવાસીઓ માટે મુંબઈ જવા માટે એકમાત્ર એર ઇન્ડિયાની જ ફ્લાઈટ રહેતા હવાઈ મુસાફરી કરી મુંબઈ જતા યાત્રિકોનો હવે એર ઇન્ડિયાની સાંજની ફ્લાઈટમાં ભારે ધસારો થયો છે. સોમવારે સાંજની આ ફ્લાઈટમાં ફૂલ કેપેસિટી સાથે ૧૨૨ યાત્રિકોએ મુસાફરી કરી હતી. ઘણા સમય બાદ યાત્રિકોનો ટ્રાફિક વધતા એર ઇન્ડિયાની ફ્લાઈટ હાઉસફુલ થઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY