૧૭.૭૬ કરોડના જીએસટી ચોરી કૌભાંડમાં એક વકીલ સહિત ચારની ધરપકડ

0
6

મોરબી,તા.૮
મોરબી સિરામીકના જીએસટી બોગસ બિલીંગ કૌભાંડમાં એક વકીલ સહિત વધુ ચારની ધરપકડ કરવામાં આવી છે. મોરબીમાં ખોટા દસ્તાવેજા અને ઇ-મેલ આઇડીનો ઉપયોગ કરીને ૧૬ ખોટી સિરામીક વેપારી પેઢીઓ ઉભી કરીને ૧૭.૭૬ કરોડના બોગસ બિલ જનરેટ કર્યા હતા. જે મુદ્દે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા મોરબીના બી ડિવીઝનમાં ફરીયાદ નોંધાવવમાં આવી હતી જેના પગલે મોરબી એસઓજી દ્વારા ત્રણ દિવસ પૂર્વે ૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સોમવારે એક વકીલ સહિત વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી સિરામીક પેઢીઓમાંથી આ પહેલા પણ બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાઇ ચૂક્યા છે. ત્યારે આ વખતે ૧૭.૭૬ કરોડનું કૌભાંડ ઝડપાયું હતું. જેમાં કુલ ૩૮૫૨ ઇ-વે બિલ જનરેટ કરીને કરચોરી આચરી હતી. હાલ આ કરચોરીના કેસમાં એસઓજી દ્વારા અત્યાર સુધીમાં એક વકીલ સહિત ૧૨ કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આવનારા દિવસોમાં બોગસ ઇ-વે બિલ કૌભાંડમાં એસઓજી દ્વારા તપાસનો રેલો મોટા માથાઓની સુધી પહોંચે તેવા સંકેત મળી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY