હનુમાન ચાલીસા ,સુંદરકાંડના પાઠ, બટુક ભોજન ધુન ભજન અને યજ્ઞ સહિતના કાર્યક્રમો :પવનપુત્ર પૂજન-અર્ચન માં ભાવિકો બન્યા લીન
સમગ્ર હળવદપંથકમાં પવનપુત્ર શ્રી હનુમાન જયંતિ ની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી આ પ્રસંગે હનુમાન ચાલીસા સુંદરકાંડ બટુકભોજન ધૂન-ભજન યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો વિવિધ મંદિરોમાં યોજાયા હતા હનુમાનજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર પંથકમાં ભોજન ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો સાથે સાથે વિવિધ મંદિરોમાં મહાઆરતી ઓ પણ કરવામાં આવી હતી ત્યારે હળવદના કંસારીયા હનુમાન મંદિર ખાતે મારૂતિ યજ્ઞ તેમજ ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભજન સમ્રાટ કરસનદાસ સાગઠીયા રવિન્દ્ર સોલંકી હિતેશ ગોસ્વામી ભજનની રમઝટ બોલાવી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કંસારી હનુમાન મંદિર ખાતે ઉમટીપડયા હતા, કારકમને સફળ બનાવા મહંત સંતપુરી બાપુએ ભારે જહેમત ઉઠાવી હતી હળવદના વિવિધ હુનુમાનજી મંદીરો માં ઉત્સાહ પુવૅક હનુમાન જયંતી મહોત્સવ ની ધામધુમ પુવૅક ઊજવણી કરવામાં આવી રાતકડી હનુમાન મકારીહનુમાન ,લીંબડીયા હનુમાન ચકલીયા હનુમાન લંગ્ડેજીમહારાજ હનુમાન ,પીપરીયા હનુમાન ઇન્ગોરાડા હનુમાન,મસાણીયા હનુમાન, સુખદાય હનુમાન, ખીજડીયા હનુમાન, વગેરે હનુમાનજી મંદિરમાં ધામધૂમપૂર્વક હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સવારથી ઉમટી પડયા હતા.
મયુર રાવલ,હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




