હળવદમા આજે સમસ્ત કોળી સમાજ દ્વારા સમાજના સંત શ્રી વેલનાથ બાપૂની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં સમાજના તમામ આગેવાનો સહિત બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. ત્યારે શોભાયાત્રાનો સમગ્ર રૂટ જય વેલનાથના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
હળવદ ખાતે આજે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૦ કલાકે વિનોબા ભાવે ગ્રાઉન્ડથી શરૂ કરીને મેઈન બજાર, ગિરનારી ચોકથી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે વિરાટ શોભાયાત્રા વિરામ પામી હતી. અહીં સર્વે શોભાયાત્રીઓ માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.હળવદ ખાતે આજે વેલનાથ જયંતિના પાવન અવસરે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.આજની યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં ડીજેના તાલે યુવાનો જુમી ઉઠ્યાં હતાં અને જય વેલનાથ અને જય માંધાતાના ગગનભેદી જયકારા લગાવ્યા હતા આજની જય વેલનાથ રેલીને સફળ બનાવવા સમાજના વિજય ભાઈઠાકોર ભરતભાઈ ઠાકોર રાજુભાઈ ઠાકોર રમેશ ઠાકોર અમિત વિંધાણી, સંજયભાઈ,રમેશભાઈ વગેરે યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





