માંડવી તાલુકાના લાયજા ગામે ભાજપ સંયુક્ત મોરચાનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ

0
29

માંડવી તાલુકાના લાયજા ગામે આજે લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાનો જંગી મતોની લીડથી વિજેતા પદ માટે કચ્છ જિલ્લા ભાજપ સંયુક્ત મોરચાઓ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન આજે માંડવી તાલુકાનાં લાયજા ગામે યોજાયો હતો. જેમાં ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,અને વિખ્યાત ટી.વી. શો કલાકાર આયુષ્યમાન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, મતની મહતા આજે નાગરિકોને સમજાવા લાગી છે. વધતાં શિક્ષણ, ચુટણીપંચ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમોને કારણે લોકો મત આપવા હવે સક્રિય થયા છે. ત્યારે આપનો અમુલ્ય કીમતી મત આપી અન્યોને મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી. આપ સૌ ના સાથ થી સૌ નો વિકાશ થશે અને અખંડ ભારત, એક ભારત, શ્રેષ્ઠ ભારત રહેશે. માટે વધુ ને વધુ મતદાન થાય તેમ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું. જયારે કેન્દ્ર અને રાજય સરકારની સિધ્ધિઓ વર્ણવતા ઉમેદવાર વિનોદ ચાવડાએ સુશાસનના પાંચ વર્ષને ઇતિહાસ યાદ કરશે ફરી પાંચ વર્ષ અડગ,નિર્ણાયક, સરકાર માટે મોદીજીને ફરી રાષ્ટ્ર ધુરા સોપવા અને નયા ભારત નિર્માણ મા સહભાગી બનવા માટે ‘કમળ’ ને વોટ આપશો તો ફરી ઇતિહાસ તેને સુવર્ણ અક્ષરે અંકિત કરશે.

માજી રાજય મંત્રી તારાચંદભાઈ છેડા, મુંદ્રા માંડવી પોતાના મત વિસ્તારની સતત ખેવના કરનાર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરી ફરીવાર મુંદ્રા, માંડવી ૨૦૧૪ કરતાં પણ વધુ મતોની લીડ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લોક સંપર્ક કાર્યક્રમમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા કેબિનેટ મંત્રી ગુજરાત રાજય,ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,માજી રાજય મંત્રી તારાચંદભાઈ છેડા,માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, અનિરુધ્ધ દવે,ચંદુ વાડીયા, અરવિંદ ગોહિલ,દિવ્યાબા જાડેજા,ઉર્મિલાબેન પીઠડીયા, દિવ્યાબેન ગઢવી,રેખાબેન દવે, ગંગાબેન સેંઘાણી,મહેન્દ્ર ગઢવી, મેહુલ શાહ,નરેશ મહેશ્વરી,રાહુલ ગોર તથા ભાજપ પદાધિકારીઓ, કાર્યકરો શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY