મોરબી જીએસટી કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો

0
23

મોરબી: જીએસટી કૌભાંડ આ મામલે મોરબી એસ.ઓ.જી.એ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વિગત અનુસાર મોરબી રાજ્ય વેરા અધિકારી 1 એ  સરકાર તરફથી ફરિયાદ જાહેર કરી હતી.

જેમાં આરોપીઓએ નાગરિકોને વિશ્વાસમાં લઈ તેઓના ડોક્યુમેન્ટ તથા ફોટો મેળવી સરકારનો વેરો નહીં ફરવાના ઇરાદાથી અગાઉ ગુનાહિત કાવતરું રચ્યું હતું. સાધારણ નાગરિકોને ખોટા બહાના હેઠળ ભોળવી તેમના ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરી કુલ ૧૬ બોગસ પેઢીઓ બનાવી હતી અને તેના જીએસટી નંબર મેળવી તેના આધાર પર કુલ 3852 ઈ-બિલ વેરો રૂપિયા ૧૭ કરોડ ૭૬ લાખ ૬૦ હજાર 556 રૂપિયા નો સરકારી તિજોરીમાં નહીં ભરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું અને સાધારણ નાગરિકોના ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરી ગુનો આચર્યો હતો.
આ સમગ્ર મામલે પોલીસે 14 આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ દરમ્યાન મોરબી એસ.ઓ.જી પોલીસે આ ગુનાના આરોપી અજય ઉર્ફ જીગ્નેશ ધીરુભાઈ કાસુન્દ્રા ( ઉમર 29) ની અટકાયત કરી હતી. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY