મોરબીમાં રૂપિયા લેતીદેતી મામલે ટ્રાવેલ્સ સંચાલકની હત્યા

0
24

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં રહેતા યુવાનની આજે વહેલી સવારના રૂપિયાની લેતીદેતી મામલે હત્યા કરવામાં આવી છે ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ અને  આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી

 

બનાવની મળતી વિગત મુજબ મોરબીના ખત્રીવાડ શેરી-૧ માં રહેતા ધ્રુવકુમાર ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજા રૂપિયાની લેતીદેતી મામલે સાંજના સમયે માથાકૂટ થઇ હતી જેના સમાધાન માટે ગત મોડી રાત્રીના બેઠક કરવામાં આવી હતી જે મામલો બીચકાતા  ટીનુભા ની તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેની હત્યા કરવામાં આવી જ્યારે અન્ય બે શખ્સોને પણ ઇજા થઇ છે જેને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા ડીવાયએસપી એલ.સી.બી અને બી ડિવિઝન નો સ્ટાફ દોડી ગયો હતો અને હત્યા કરનારા શખ્સોને ઝડપવા માટે કાર્ય હાથ ધરી હતી વધુમાં મળતી વિગતો મુજબ બે રાઉન્ડ ફાયરિંગ પણ થયા છે
તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ મરણજનાર ના ભત્રીજાએ કર્મચારી રૂપિયા આપ્યા હતા જે બાબતે  કાકાએ ઠપકો આપ્યો હતો જેનો ખાર રાખી આ હત્યા થયું હોવાનું હાલ ચર્ચાય રહ્યુ છે પણ સાચી હકકિત તો આરોપી ઝડપાઇ પછી જ જાણવા મળે હાલ પોલીસ આરોપીને શોધી રહી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY