ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી દારૂ તેમજ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખ્ત સુચના મળેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટર જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન હે.કો.જયેશભાઇ શાકરલાલને બાતમી મળેલ કે અંક્લેશ્વર શહેરમા તાડફળીયા મા વિજયભાઇ દલપતભાઇ વસાવા પોતાના માણસો મારફતે આંક ફરકનો સટ્ટા બેટીંગનો તેમજ અંદર-બહારનો રૂપિયાની હાર-જીતનો જુગાર રમાડે છે જે મળેલ બાતમી આધારે રેડ કરતા ઉપરોકત જુગારધામનુ સંચાલન કરતા ઇકબાલ ગુલામમહંમદ શેખ રહે-ધોબીવાડ બાવળી ફાટા તળાવ ભરૂચ નો રોકડા રૂપીયા ૩૬,૪૮૦/-તથા જુગારના સાધનો તથા મોબાઇલ ફોન નંગ-૦૧ મળી કુલ રૂપીયા ૪૪,૪૮૦/-ના મુદ્દામાલ સાથે જાહેરમાંથી પકડાઇ જતા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ તેમજ જુગારધામ ના મુખ્ય સુત્રધાર વિજયભાઇ દલપતભાઇ વસાવા તથા નાસી જનાર અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત તમામ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ અંક્લેશ્વર શહેર પો.સ્ટે. મા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




