વાશિંગ્ટન,તા.૨૨
વિશ્વની સૌથી ઈનોવેટિવ કંપનીઓની યાદીમાં એપલને ૧૭મું સ્થાન મળ્યું છે. ગત વર્ષે કંપની પ્રથમ નબરે હતી. અમેરિકાની ફાસ્ટ કંપનીએ ૨૦૧૯ની વિશ્વની ૫૦ સૌથી વધુ ઈનોવેટિવ કંપનીઓનું લિસ્ટ બહાર પાડ્યું છે. તેમાં સામેલ મ્યુઝીક કંપની જિયોસાવન એક માત્ર ભારતીય કંપની છે. તેને ૨૮મો રેન્ક મળ્યો છે.
ગત વર્ષે આઈપોડ્સ, ઓગમેન્ટ રિયલિટી(એઆર) અને આઈફોન ટમાં કરવામાં આવેલા ઈનોવેશનના કારણે કંપની પ્રથમ સ્થાન પર હતી. આ વર્ષે કંપનીનું સૌથી ઈનોવેટિવ કામ તેની છ૧૨ બાયોનિક ચિપ છે.
છ૧૨ બાયોનીક ચિપ મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ૭ નૈનોમીટર વાળી પ્રથમ ચીપ છે. તેમાં ૬-કોર સીપીયુ, ૪-કોર જીપીયુઠ(ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ)ની સાથે-સાથે ૮ કોર અપગ્રેડેટ ન્યુટ્રલ એÂન્જન અને ૬.૨ અબજ ટ્રાંઝિસ્ટર્સનો ઉપયોગ થયો છે. તેના કારણે મોબાઈલના પરફોર્મન્સમાં ઘણો સુધારો થયો છે.
ઈનોવેટિવ કંપનીઓના લિસ્ટમાં ઓન-ડિમાન્ડ સર્વિસ ઉપલબ્ધ કરાવનારી ચીનની કંપની મિટોન ટાઈપિંગ સૌથી ઉપર છે. બાદમાં બીજા નંબર પર સિંગાપુર સ્થિત રાઈડ હીલિંગ કંપની ગ્રેબ છે.
મિટાન હોટલ અને મુવી ટિકિટની સાથે-સાથે ફૂડ જેવી સેવાઓનું બુકિંગ અને ડિલિવરી સુવિધા ઉપલબધ કરાવે છે. તેની મદદથી ૨૦૧૮ના પ્રથમ છ મહિના દરમિયાન ૩૫ કરોડ લોકોએ ૩૩.૮ અબજ ડોલરની કિંમતના ૨૭.૭ અબજની લેવડદેવડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



