નવલખી ફાટક પાસેથી દબોચી લેવાયા
મોરબીના ટ્રાવેલ્સ સંચાલકની તલવારના ઘા ઝીંકી ભત્રીજાઓ સહિતના છ આરોપી ફરાર થયા હોય જેને ઝડપી લેવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી અને ચાર આરોપીને નવલખી ફાટક નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે
બનાવની મળતી વિગત મુજબ મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાને ટ્રાવેલ્સનો વ્યવસાય હોય જેની આજે વહેલી સવારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય તેમજ બઘડાટીમાં અન્ય બે યુવાનોને ઈજા પહોંચી છે ત્યારે હત્યાના બનાવ અંગે ફરિયાદી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા રહે વાવડી રોડ મોરબી વાળાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા, મુકેશ ભરવાડ, કુમારભાઈ, એક સગીર આરોપી અને એક અજાણ્યો માણસ રહે બધા મોરબી વાળાએ એકસંપ કરી ધ્રુવકુમાર ઉર્ફે ટીનુંભા પ્રહલાદસિંહ જાડેજાની હત્યા નીપજાવી છે જેમાં ફરિયાદીના ડ્રાઈવર ધીમલભાઈએ આરોપી જયરાજસિંહ જાડેજા પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોય જે બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હોય જેનો ખાર રાખી આરોપીઓએ સમાધાન માટે બોલાવી વરના કાર તથા ક્રેંટા કારમાં આવીને મારી નાખવાના ઈરાદે ફરિયાદીની ગાડી ઉપર ફાયરીંગ કરી તેમજ અન્ય આરોપીઓએ તલવાર વડે મરણ જનાર ધ્રુવકુમાર ઉર્ફે ટીનુંભા પ્રહલાદસિંહ જાડેજાને ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું છે
જે હત્યા અંગે પોલીસે ગુન્હો નોંધી એલસીબી, એસઓજી અને બી ડીવીઝનની ટીમોએ વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી જેમાં ગત રાત્રીના સમયે નવલખી ફાટક નજીકથી કારમાં આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ.૨૧) રહે ગ્રીન ચોક, દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વ.૨૮) રહે સુરેન્દ્રનગર અને મુકેશ ઉર્ફે મુકલો મોમભાઈ ભરવાડ (ઉ.વ.૪૬) રહે ત્રાજપર અને એક સગીર વયના આરોપી સહીત ચારને ઝડપી લઈને હત્યામાં વપરાયેલ કાર જપ્ત કરી છે તેમજ અન્ય આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




