મોરબી એલસીબી ટીમે ગીડચ ગામેથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપ્યો

0
135

મોરબી એલ.સી.બી.એ ટીમે તાલુકાના ગીડચ ગામ પાસેથી વિદેશી દારૂ બિયરનો જથ્થો રૂ. ૪,૭૦,૪૦૦ નો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ જિલ્લામાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા એલ.સી.બી ટીમને આપેલી કડક સુચનાને પગલે એલ.સી.બી ટીમના હરેશભાઇ સરવૈયા અને ભગીરથસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીને પગલે ઇન્ચાર્જ પી.આઈ આર.ટી.વ્યાસ સહિતની ટીમે મોરબીના ગિડચ ગામે દરોડો પડતા સરકારી ખરાબાની જગ્યામાં છુપાવાયેલ વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો
એલ.સી.બી ટીમે ગિડચ ગામે ધારવાળા હનુમાનજીના મંદિર નજીક સરકારી ખરાબામાં છુપાવાયેલ જુદી – જુદી બ્રાન્ડની ૬૨૪ બોટલ કિ. ૧,૮૭,૨૦૦, વિદેશી દારૂના કવાટરિયા નંગ ૨૬૪૦ કિ.૨,૬૪,૦૦૦ તેમજ બિયર ટીન ૧૯૨ કિ.રૂ.૧૯૨૦૦ સહિત કુલ રૂપિયા ૪,૭૦,૪૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો વધુમાં વિદેશીદારૂનો આ જથ્થો વાંકાનેરના વિરપર ગામના હરજી રાણાભાઈ દેકેવાડીયાનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતા એલ.સી.બી.એ તાલુકામાં ગુન્હો દાખલ કરાવી આરોપી હરજીને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY