મોરબી,તા.૧૧
ગુજરાતનાં મોરબી જિલ્લાના ટંકારા ગામમાંથી એક ચોંકાવનારી ખબર આવી રહી છે કે, એક દિપડાએ ૪૭ ઘેટાઓનું મારણ કર્યું છે. આ મામલામાં વન્ય અધિકારીઓનું કહેવું છે કે, આ તમામ ૪૭ ઘેટાઓ ઉપર દાતોના નિશાન છે. જેથી આ મામલામાં તે વાતની જાણકારી મળે છે કે, તમામ જાનવરો પર હુમલો કરવામાં આવ્યો હતો.
ઘેટાઓને પાળનારાએ પોતાના વાડામાં એક થાંભલાથી ૭૫ ઘેટાઓને બાંધી રાખ્યા હતાં. દીપડો આ વાડામાં જ ઘુસી ગયો હતો. ટંકારાનાં રેંજ ફોરેસ્ટ ઓફિસર જેટી કુંડારિયાએ કહ્યું,’અમે ઘણા ખરા ઘેટાઓના શરીર પર દિપડાના દાંતના નિશાન જાયા છે. જેથી પુષ્ટી થાય છે કે, દિપડાએ જ આ ઘેટાઓનું મારણ કર્યુ છે. અમને વિશ્વાસ છે કે, દિપડો રાત્રે આ મારણ કરેલા ઘેટાઓને ખાવા માટે આવશે. અમે ત્યાં એક પિંજરૂ મૂકી દીધુ છે.’
સામાન્ય રીતે દિપડો આ વિસ્તારમાં જાવા નથી મળતો પરંતુ એવું લાગે છે કે, નજીકના ઘાસના મેદાનથી અહિંયા આવ્યો હશે. નિયમો અનુસાર, જો કોઇ ઘેટાનું મોત જંગલી જાનવરનાં કારણે થાય તો વન વિભાગ તરફથી પ્રતિ ઘેટાના ૩ હજાર રૂપિયામાં આપવામાં આવે છે. આ મામલામાં વિભાગે ૪૭ જાનવરોની ક્ષતિપૂર્તિની રકમ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






