મધર્સ ડે’ના અવસરે અમિતાભ બચ્ચન ખાસ આલ્મબ લોંચ કરશે

0
8

મુંબઈ,તા.૧૧
મે મહિનાનો બીજા રવિવાર દર વર્ષે આંતરરાષ્ટ્રીય મધર્સ ડે તરીકે ઉજવાય છે. આ દિવસ માતાના પ્રેમ અને સન્માન માટે સમર્પિત છે. ત્યારે આ અવસર પર અમિતાભ બચ્ચને પોતાની માતા અને વિશ્વભરની તમામ માતાને સમર્પિત કરતું એક વિશિષ્ટ મ્યુઝિક વીડિયો આલ્બમ લોંચ કર્યું છે. અમિતાભે તેમના ટિવટર હેન્ડલ પર આ માહિતી આપી હતી. તેમણે ટ્‌વીટ કરી લખ્યું કે ‘શુજિત સરકારનું ક્રિએશન, અનુજ ગર્ગનું સંગીત, તેમના પુત્ર યજતનો અવાજ, પુનીત શર્માના બોલ અને મારા અવાજ સાથે કાલે મધર્સ ડે પર તમામ માતાઓને શ્રદ્ધાંજલિ.’
આ વીડિયોમાં મહિલાઓની તસવીરો દેખાશે. બધી તસવીરો ખૂબ જૂની છે. આ ફોટા તે મહિલાઓના છે જેમણે કામની સાથે માતાની જવાબદારી નિભાવી છે પરંતુ હવે તેઓ આ દુનિયામાં નથી. છેલ્લો ફોટો અમિતાભની માતા તેજી બચ્ચનનો હશે. આ ફોટા પર તેમણે તેમની માતાને યાદ કરી લખ્યું છે કે ‘તમે આજે પણ મારી સાથે છો … માતા.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY