મોરબીમાં કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ કેમ્પ યોજાયો

0
28

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા કાળઝાળ ગરમીમાં રાહત આપતી ઠંડી છાસ વિતરણ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા દર વર્ષની જેમ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તેવા હેતુથી ફ્રી છાશ વિતરણ કેમ્પ યોજાયો હતો જેમાં દાતા પરિવાર તરીકે સ્વ. નરેન્દ્રસિંહ દાનુભા જાડેજા પરિવારનો સહયોગ મળ્યો હતો પરિવારના સભ્યો મહાવીરસિંહ, જયરાજસિંહ અને અજયસિંહ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહયા હતા છાશ વિતરણ કેમ્પનો ૨૫૦૦ લોકોએ લાભ લીધો હતો

કેમ્પને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ હર્ષદભાઈ ગામી, સેક્રેટરી ભાવેશભાઈ દોશી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, અશોકભાઈ જોશી, શશીકાંતભાઈ મહેતા, કે સી મહેતા, ભાવીપ્રસાદ રાવલ, હસુભાઈ રાવલ અને જયદીપસિંહ રાઠોડ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY