તાપી જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણના કેન્દ્રની મુલાકાત લીધી

0
6

તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરતા આર.એસ. નિનામા
વ્યારા, તા.૨૨

આગામી તા. ૨૩/૦૫/૨૦૧૯ના રોજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ ખાતે ૨૩-બારડોલી લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી યોજાવાની છે. જે અન્વયે ૨૩-બારડોલી લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી અને તાપી કલેકટર આર.એસ.નિનામાએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઇ પૂર્વતૈયારીઓનું જાતનિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી.
૨૩-બારડોલી લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીની મતગણતરીને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ ખાતે યોજાનારી મતગણતરીને અનુલક્ષીને કરવામાં આવી રહેલી પૂર્વતૈયારીઓની ૨૩-બારડોલી લોકસભાના ચૂંટણી અધિકારી અને તાપી કલેકટર આર.એસ.નિનામાએ જાતનિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી. તેમણે મતગણતરીની પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓને મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે એ માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
૨૩-બારડોલી લોકસભા બેઠકમાં તાપી જિલ્લાની ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા બેઠકો સહિત સુરત જિલ્લાની માંગરોળ, માંડવી, બારડોલી, મહુવા અને કામરેજ વિધાનસભા મળી કુલ ૭ વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ કરાયો છે. તેમણે સાતે સાત વિધાનસભા મતવિસ્તારવાઇઝ મતગણતરી કરવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે ૨૨૦૨ મથદાન મથકોએ ચૂંટણી યોજાઇ હતી. ૧૪૧ રાઉન્ડમાં ૨૩-બારડોલી લોકસભા બેઠકની મતગણતરી સંપન્ન કરવામાં આવશે. વિધાનસભા પ્રમાણે જોઇએ તો ૧૫૬-માંગરોળ વિધાનસભા બેઠકના ૨૫૬ મતદાનમથકોની ૧૯ રાઉન્ડ, ૧૫૭-માંડવીના ૨૯૫ મતદાન મથકોની ૨૨ રાઉન્ડ, ૧૫૮-કામરેજ ૫૦૦ મતદાન મથકોની ૩૬ રાઉન્ડમાં, ૧૬૯-બારડોલીના ૨૬૭ મતદાન મથકોની ૨૦ રાઉન્ડમાં, ૧૭૦-મહુવાના ૨૭૦ મતદાન મથકોની ૨૦ રાઉન્ડમાં, ૧૭૧-વ્યારા ૨૬૦ મતદાન મથકોની ૧૯ રાઉન્ડમાં તથા ૧૭૨-નિઝરના ૩૪૫ મતદાન મથકોની ૨૫ રાઉન્ડમાં મતગણતરી સંપન્ન થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY