કામગીરી બાબતે લપ થતાં પિત્તો છટક્યો : અરજદારો અટવાયા
હળવદ મામલતદાર કચેરીમાં આજે કામગીરી બાબતે ક્લાર્કનો પિત્તો છટકતા નાયબ મામલતદારનો કોલર પકડી બેફામ વાણીવિલાસ સાંભળવા મળ્યો હતો જો કે સ્થિતિ વધારે વણસે તે પહેલાં મામલતદાર દ્વારા હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો પરંતુ ક્લાર્ક અને નાયબ મામલતદાર બાખડી પડવાના સમાચાર વાયુવેગે પ્રસરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
સામાન્ય રીતે અભણ લોકો જ્યારે ઝઘડો કરતાં હોય છે ત્યારે તેને અભણ સમજીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે પરંતુ જે સરકારી બાબુઓ આખા તાલુકાનો વહિવટ કરતી હોય એમાં પણ નાયબ મામલતદાર જેવી પોસ્ટ પર બેસીને ક્લાર્ક સાથે બાખડી પડે તે કેટલું શરમજનક કહેવાય !! હળવદ મામલતદાર કચેરીમાં આજે સવારે કચેરી ખુલતાંની સાથે કામગીરી બાબતે નાયબ મામલતદાર અને ક્લાર્ક વચ્ચે થોડા મતભેદ થયા હતા જેમાં આ મતભેદ ઉગ્ર બનતા નાયબ મામલતદાર અને ક્લાર્ક બાખડી પડ્યાં હતાં અને એકબીજાના કોલર પકડી લીધા હતા વાત વધારે બગડે
સમગ્ર સ્થિતિ વણસે તે પહેલાં જ સમયસૂચકતા વાપરી મામલતદાર વીકે સોલંકીએ મામલો થાળે પાડી દીધો હતો.વેકેશન બાદ નવા સત્રની શરૂઆત થવાની તૈયારીઓ છે જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દાખલાઓ કઢાવવા આવતા હોય છે ત્યારે કામગીરીનો બોજ પણ વધે છે ત્યારે આ દાખલાઓની કામગીરી વચ્ચે નાયબ મામલતદાર અને ક્લાર્ક બાખડી પડતા અરજદારો થોડા સમય માટે અટવાઈ ગયાં હતાં પરંતુ સમગ્ર મામલે મામલતદારે હસ્તક્ષેપ કરી થાળે પાડ્યો હતો જોકે હળવદ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને ક્લાર્ક બાખડી પડવાના સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતા સમગ્ર પંથકમાં આ મુદો ટોપ ઓફ ધી ટાઉન બની લોકમુખે ચર્ચાઈ રહ્યો છે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




