પલસાણા હાઈવે પર પેટ્રોલ પંપમાં રોકડા રૂપિયાની લૂંટ કરી ગોળીબાર બાઈક પર આવેલા ત્રણ લૂંટારૂઅોએ વૉચમેન પર ફાયરિંગ કર્યુ

0
41

સુરત, તા.૬

સુરતના પલસાણામાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર આજે વહેલી સવારે પેટ્રોલ પંપ પર ગોળીબાર અને લૂંટની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ સુરત જિલ્લા ના પલસાણા તાલુકામાં અમદાવાદ થી મુંબઈ જતા નેશનલ હાઇવે પર કરણ ગામ ખાતે આવેલ શ્રી પેટ્રોલિયમ પંપ પર આજરોજ વહેલી સવારે ધુમ્મસ નો લાભ લઈ યામાહા સ્પોર્ટ બાઇક ઉપર આવેલ બે ઈસમો પેટ્રોલ પુરાવી પાણી પીવાના બહાને ફરજ પરના કર્મચારીને વાતો માં નાખ્યો હતો. ત્યાર બાદ ત્રીજો ઈસમ આવી ને કેશ કેબીન માં રહેલા પ્રતાપભાઈ ચૌહાણ ની છાતી પર બંદૂક ની અણીએ ૫૫ હજારની લૂંટ કરી હતી. જે દરમિયાન લૂંટ કરી ભાગવા જતા બાજુ માં આવેલી વિજય પેલેસ હોટેલ માં વોચમેને આ મામલો જોઇ ત્રણેય ઇસ્મોને રોકવા જતા બાઇક પર બેસેલા ત્રણ ઈસમો પૈકી વચ્ચેના ઇસમે સામેથી આવતા વોચમેન ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે ધુમ્મસ હોવાથી નિશાન ચુકી જતા વોચમેનને ગોળી વાગી નહિ. જ્યારે આ સમગ્ર મામલા ની જાણ પોલીસ ને થતા પલસાણા પોલીસ સહિત ડી.વાય.એસ.પી. નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લૂંટારુઓ ને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY