મોરબી,તા.૫
ગુજરાતમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. આવી જ એક ઘટના મોરબીમાં બની છે. મોરબીના એસટી બસ અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ગેસ્ટહાઉસ રોડ ઉપર વીસી હાઇસ્કૂલ પાસે એસટી બસ અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેમ્બો ન્યુમ્બેમ્બો અને રામદત નામના બે યુવકો પૈકી એકનું મોત
આભાર – નિહારીકા રવિયા નીપજ્યું હતું. મૂળ નાગાલેન્ડના અને હાલ મોરબીમાં રહેતા જુમો બેમ્બો ન્યુમ્બેમ્બો નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઉપરાંત બીજા યુવક રામદતને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
આ ઉપરાંત મોરબીમાં બે મહિલા પોલીસ કર્મીને અકસ્માત નડ્યાના સમાચાર મળી રહ્યા છે. એ ડિવિઝનમાં ફરજ બજાવતા બે મહિલા પોલીસ કર્મીના એકિટવાને અક્સાત નડ્યો હતો. રીટાબા ઝાલા અને શોભના મેર નામી મહિલા પોલીસ કર્મીઓ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અજાણ્યા વાહને તેમની એકિટવાને ઠોકર મારતા બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



