મોરબી,તા.૫
ગુજરાતને આપણે જ નહીં પરંતુ આખી દુનિયા ગાંધીનાં ગુજરાત તરીકે ઓળખે છે. ગાંધીનું ગુજરાત કે જેમાં દારૂબંધી છે. પરંતુ દારૂબંધી માત્ર કાગળ પર જ દેખાઇ રહી છે. રોજે રોજ દારૂ ઝડપાયાનાં કિસ્સાઓ અને દારૂ છુપાવવાનાં અનેક કિમીયાઓ સામે આવી રહ્યાં છે. તો બનાસકાંઠાનાં માવસરી પોલીસે રણમાંથી ઊંટ લારીમાંથી વિદેશી દારૂની ૩૩૬ બોટલો સહિત ૧ લાખનો મુદ્દોમાલ જપ્ત થયો છે. બે આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાનાં માવસરીનાં રણમાંથી ઊંટલારીમાં બે વ્યકિતઓ વિદેશી દારૂ લઇ જતાં હતાં. ત્યારે જ માવસરી પોલીસે તેમને ઝડપી પાડ્યાં છે. રાજસ્થાનની સરહદ પરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો આ કંઇ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ અનેકવાર દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતાં ઘણાં લોકોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે.
આ બે વ્યકિતઓ ઊંટગાડીમાં પાછળ ૩થી ચાર ખોખામાં દારૂની બોટલો ભરીને લઇ જતાં હતાં. પોલીસે આ બંન્નેને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. આ બંન્ને વ્યકિતઓ કિયાથી વિદેશી દારૂ લાવી અને કોને આપતા હતા તેની પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




