ભારત દેશમાં આવતીકાલે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે આજે મોરબીની યંગ ઇન્ડિયા ગ્રુપ સંસ્થા અને નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી અને 2350 ફુટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી ફ્લેગમાર્ચમાંમાં અનેક લોકો જોડાયા હતા
મોરબીની યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીકલંઠ વિદ્યાલય દ્વારા મોરબીમાં આજે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જે ફ્લેગ માર્ચ સાથે એક નવો વિક્રમ સ્થાપિત કરાયો છે 2350 ફુટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી ફ્લેગ માર્ચમાં સંસ્થાના અગ્રણી દેવેનભાઈ રબારી, દિનેશભાઈ વડસોલા તેમજ નીલકંઠ વિદ્યાલયનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવા હેતુથી વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં 3 ફુટ પહોળો અને કુલ 2350 ફુટના રાષ્ટ્રધ્વજ માટે 900 મીટર કાપડ વપરાયું હતું ફ્લેગમાર્ચ શહેરના રવાપર રોડ પરથી શરુ કરીને નવા બસ સ્ટેન્ડ, ગાંધી ચોક, સહિતના વિસ્તારોમાં ફરી હતી ફ્લેગ માર્ચને આર્મીના નિવૃત જવાનોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી ફ્લેગ માર્ચમાં અગ્રણીઓ અને નાગરિકો જોડાયા હતા.
રિપોર્ટર રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




