છાશવારે બંધ થતા BSNL નેટવર્કના ફરી ધાંધિયા

0
325

આખા નર્મદા જિલ્લામાં BSNL બંધ થતા સરકારી કચેરીઓ સહીત ના કામો ઠપ્પ.
અગાઉ જિલ્લા કલેક્ટરે પણ આ બાબતને ગઁભીરતાથી  લઈ BSNL ના અધિકારીયો ના જવાબ લઈ કડક સૂચના આપી હતી છતાં સ્તિથી માં કોઈજ ખાસ સુધારો નથી. 

રાજપીપલા:
રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં વારંવાર BSNL નેટવર્ક બંધ થઈ જતા હજારો ગ્રાહકો અને ખાસ કરીને સરકારી કચેરીઓ ના કામો પણ બંધ થઈ જતા ગ્રામ્ય વિસ્તાર માંથી કામ અર્થે આવતા લોકો ને ધક્કે ચઢવું પડે છે 

જોકે ગયા મહીનેજ આજ બાબતે રજુઆત થતા નર્મદા કલેક્ટર નિનામા એ BSNLના જવબદાર અધિકારીઓ પાસે તાત્કાલિક જવાબ માંગતા અસંખ્ય ગામોમાં નેટવર્ક નહિ હોવાનું જાણવા મળતા તેમને કલેક્ટરે કડક શબ્દોમાં સૂચના આપવા છતાં સ્તિથીમાં કોઈજ સુધારો થયો નથી એમ હાલ છેલ્લા બે દિવસ થી ફરી બી એસ એન એલ મોબાઈલ અને લેન્ડલાઈનના બધાજ નેટવર્ક ખોટકાતા ગ્રાહકો અટવાઈ રહ્યા છે 

 આ બાબતે BSNLના જવાબદાર અદિકારી આર એસ વસાવા એ જણાવ્યું કે તિલકવાડા તરફ રોડ ના કામમાં ફોલ્ટ થતા હાલ તકલીફ પડી રહી છે પરંતુ આજે લઘભગ ચાલુ થઈ જશે અને ભવિષ્ય માં રોડ ખોદકામ માં આવી તકલીફ ન થાય એના માટે નવા રોડ ની બાજુ માં નવા કેબલો નંખાશે ત્યારે વારંવાર ની સમસ્યા દૂર થશે પરંતુ એ કામગીરી થોડા સમય માં ચાલુ કરાશે.

રિપોર્ટર -નર્મદા,ભરત શાહ ,મો.નં.9407975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY