મોરબીની સબ જેલના કેદીઓ માટે ૧૦ દિવસની વિપશ્યના શિબિર

0
32

૩૦ કેદીઓ લઇ રહ્યા છે વિપશ્યના શિબિરનો લાભ

મોરબીની સબ જેલના કેદીઓ માટે ૧૦ દિવસીય વિપશ્યના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સબ જેલના કેદીઓને માનસિક શાંતિ અને વિકારોથી મુક્ત થવા પ્રેરણા મળી રહી છે.

મોરબીની સબ જેલના કેદીઓ વિકારોથી મુક્ત થાય અને માનસિક શાંતિ મળે તેવા હેતુથી સબ જેલના જેલર પી.કે. ગઢવીનાં માર્ગદર્શન હેઠળ ૧૦ દિવસીય વિપશ્યના શિબિર યોજાઈ રહી છે જેમાં મુંબઈના એડવોકેટ ઉમેશ દેશપાંડે કેદીઓને માર્ગદર્શન આપી રહ્યા છે વિપશ્યના શિબિર અંગે માર્ગદર્શકે જણાવ્યું હતું કે ૧૦ દિવસની શિબિરનું મોરબી સબ જેલમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જેલમાં રહેલા અન્ડર ટ્રાયલ કેદીઓને જે ખોટું કામ થયું હોય તેનો મનમાં પસ્તાવો હોય છે અને દુખ થાય જ છે જેથી વિકાસથી મુક્તિ અને મન શાંત રહે તે માટે શિબિર યોજાઈ રહી છે.

સબ જેલના ૧૭૦ કેદીઓ પૈકી ૩૦ કેદીઓ વિપશ્યના શિબિરનો લાભ લઇ રહ્યા છે સબ જેલના બે સેલ ખાલી કરાવીને જેલની બદલે તેને સાધનાનું કેન્દ્ર બનાવી દીધું છે અને શિબિરમાં ભાગ લેનાર કેદીઓ માર્ગદર્શક સાથે મિત્રતાના સંબંધો કેળવાયા છે અને કેદીઓ વિપશ્યના શિબિરમાં ધ્યાન, મૌન અને ખોરાકની નિયમિતતા સહિતના સંયમ પાળી રહ્યા છે અને શિબિરનો લાભ લઈ રહયા છે તો જેલર પી કે ગઢવી કેદીઓના જીવન ધોરણમાં સુધારણા આવે અને માનસિક શાંતિ ઉપરાંત તેઓ વિકારના માર્ગેથી સામાન્ય જીવનમાં પરત ફરે તેવા આવકારદાયક પ્રયાસો કરી રહ્યા છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY