રશિયામાં ખાનગી સૈન્ય કંપની ભાડેથી લડાઈ લડવા માટે સૈનિકો આપે છે…!!

0
41

મૉસ્કો,તા.૮
જરા વિચારો, બે દેશો વચ્ચે યુદ્ધ ચાલે છે, બંને દેશોના સૈનિકો આમનેસામને લડી રહ્યા છે, ત્યારે એક દેશને સૈન્ય બળ ઓછું પડી રહ્યું છે. યુદ્ધ નિર્ણયાત્મક તબક્કામાં છે. સેનાનું સંખ્યા બળ પૂરતું હોય તો જીતી શકાય એમ છે, ત્યારે લડવા માટે સૈનિક ન હોય, પણ પૈસા હોય તો સૈનિકો પણ મળી શકે છે! તમને આ કલ્પના લાગે પરંતુ એક દેશ એવો છે, જે લડવા માટે સૈનિકો ભાડે આપે છે!
સીરિયામાં આઇએસઆઇએસ આતંકીઓ સામે લડાઈ ચાલતી હતી. હાલમાં યુક્રેઇનમાં ઘમસાણ મચ્યું છે. સુદાન અને મધ્ય આફ્રિકાના દેશોમાં પણ લડાઈ ચાલી રહી છે. આ તમામ યુદ્ધો- લડાઈમાં જા કાંઈ સામાન્ય હોય તો એ સૈનિકો છે, જે ક્્યાંક સરકારના સૈનિકો સાથે રહીને લડે છે, તો ક્્યાંક વિદ્રોહીઓ સાથે લડે છે. આ ભાડુતી સૈનિકો રશિયાના છે!
આ સૈનિકો પીએમસી વૈગ્નરના સૈનિકો છે. મતલબ કે પ્રાઇવેટ મિલિટ્રી કોન્ટ્રાક્ટર છે. રશિયાની એક ખાનગી સૈન્ય કંપની છે, જે ભાડાના સૈનિકો તૈયાર કરે છે અને પોતાના ક્લાયન્ટ માટે એ સૈનિકો લડાઈ લડે છે. આ સૈનિકો રશિયન સેના, નોવોરોશિયન સેના, સીરિયન સૈન્ય અને ઈરાની આર્મ્ડ ફોર્સ માટે ભાડેથી જંગ લડતા રહ્યા છે. જે દુશ્મનો પર તેઓએ પૈસા માટે લડાઈ લડે છે.
રશિયન સરકાર ભલે કોઈ ખાનગી સેના હોવાનો ઇનકાર કરતી હોય, પરંતુ એક એજન્સીના ખુલાસા બાદ દુનિયાને એ જાણકારી મળી ગઈ છે કે યુદ્ધની તૈયારી માટે રશિયાએ પોતાના દેશમાં સૈન્ય તૈયાર કરી રાખ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY