હિ.પ્રદેશમાં મોસમ બદલાયુઃ હિમવર્ષા સાથે વરસાદ,ઠંડીનુ જોર વધ્યુ

0
37

કલ્પામાં -૩.૮ અને મનાલીમાં -૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ
શિમલા,તા.૮
હિમાચલ પ્રદેશમાં અચાનક મોસમનો મિજાજ બદલાયો છે. છેલ્લા ચોવીસ કલાકથી અહીં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હિમાચલ પ્રદેશના અનેક પહાડી વિસ્તારમાં હિમવર્ષા સાથે વરસાદ નોંધાયો છે. તો આવનારા દિવસોમાં હજુ પણ ઠંડીનું જાર વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
તો હિમવર્ષાના પગલે અહીં આવેલા સહેલાણીઓમાં પણ ઉત્સાહનો માહોલ જાવા મળ્યો. કેટલાક સહેલાણીઓએ પહેલી જ વાર હિમવર્ષાનો આનંદ માણ્યો. પહાડી વિસ્તારમાં ઠંડીનો પારો માઈનસ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાતા પ્રકૃતિએ રણિયામણુ રૂપ ધારણ કર્યું છે.
પહાડો પર સફેદી ચાદર છવાઈ છે. તો સ્થાનિકોનું કહેવું છે કે, આવું વાતાવરણ રહેવું એ સામાન્ય વાત છે પણ હાલ ઠંડી હવાએ પણ જાર પકડ્યું છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. કેલાંગમાં -૧૦ ડિગ્રી તાપમાન જાવા મળ્યું.
જ્યારે કલ્પામાં -૩.૮ અને મનાલીમાં -૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયું. એકાએકા રાજ્યમાં મોસમે મિજાજ બદલતાં ૧૪ શહેરોમાં તાપમાન પાંચ ડિગ્રીથી નીચે જાવા મળ્યું. જા કે હવામાન વિભાગ દ્વારા ૯થી ૧૩ ડિસેમ્બર સુધી હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. આમ હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં થયેલી બરફ વર્ષાના કારણે તાપમાનનો પારો ગગડી ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY