મુકેશ અંબાણીની સંપત્તિમાં બે દિવસમાં અધધ..૯૫૦૦ કરોડનો વધારો

0
6

મુંબઈ,તા.૨૨
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પર લક્ષ્મીદેવીની કૃપા બરાબર વરસી રહી છે.છેલ્લા બે દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૯૫૦૦ કરોડ રૃપિયાનો વધારો થયો છે.
બ્લૂમબર્ગ ઈન્ડેક્સ પ્રમાણે ૧૯ જુનના રોજ મુકેશ અંબાણીને નેટ વર્થ એટલે કે સંપત્તિ ૪૦.૫ અબજ ડોલર એટલે કે લગભગ ૨.૭૫ લાખ કરોડ રૃપિયા હતી.
જોકે રિલાયન્સના શેરોમાં આવેલી તેજીના કારણે હવે તેમની સંપત્તિ વધીને ૪૧.૯ અબજ ડોલર થઈ ગયી છે.બે દિવસમાં તેમની સંપત્તિમાં રુ.૯૫૦૦ કરોડનો વધારો થયો છે.
મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓના લિસ્ટમાં હાલમાં ૧૫મુ સ્થાન ધરાવે છે.તેમની આગળ ચૌદમા સ્થાને ચીનના જેક મા છે.
બ્લૂમબર્ગ ઈન્ડેક્સના મતે મુકેશ અંબાણી પોતાની સંપત્તિમાંથી ૫૬ કરોડ બેરલ ક્રુડ ઓઈલ અથવા તો એક અબજ ગ્રામ સોનુ ખરીદી શકે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY