મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી તા.૧૩ મેના રોજ સુરેન્દ્કનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતત રહેશે

0
120

વાડલા ખાતે સુજલામ – સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડા ઉતારવાના કાર્યનું ખાતમુર્હૂત કરશે

મુખ્યનમંત્રી સુરસાગર ડેરીના રૂપિયા ૭.૫૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ
“સુરસાગર ભવન” કાર્યાલયનું ઉદ્દઘાટન તેમજ સુરેન્દ્રુનગર-દૂધરેજ નગરપાલિકાના રૂપિયા ૨૭.૯૯ કરોડના વિકાસ કામોનું ખાતમુર્હૂત-લોકાર્પણ કરશે

મુખ્યુમંત્રી સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતે દાતાશ્રી સી.યુ.શાહની પ્રતિમાનું અનાવરણ તેમજ નવા હોસ્પિ ટલ બિલ્ડીંદગ અને કાર્ડીયાક કેર સેન્ટજરનું ઉદ્દઘાટન કરશે

સુરેન્દ્રમનગર:- ગુજરાતના મુખ્યંમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૧૩ મી મે ના રોજ સુરેન્દ્રમનગર જિલ્લાના પ્રવાસે આવી રહયા છે, તેમના કાર્યક્રમ મુજબ મુખ્યામંત્રીશ્રી તા.૧૩ ને રવિવારના રોજ સવારના ૯-૦૦ કલાકે વઢવાણ તાલુકાના વાડલા ખાતે ઉપસ્થિયત રહી સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત વાડલા ખાતે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુર્હૂત કરશે. ત્યારરબાદ તેઓશ્રી વઢવાણ સ્થિુત શ્રી સુરેન્દ્રનનગર જિલ્લાર સહકારી દૂધ ઉત્પાજદક સંઘ લી. (સુરસાગર ડેરી) ના કાર્યક્રમમાં ઉપસ્થિતત રહીને સુરસાગર ડેરીના રૂપિયા ૭.૫૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ “સુર સાગર ભવન” કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે. આ તકે સુરસાગર ડેરી તરફથી રૂપિયા ૨૦ લાખ અને જિલ્લા ની દૂધ મંડળીઓ તરફથી અંદાજીત રૂપિયા ૨૦ લાખ મળી કુલ રૂપિયા ૪૦ લાખની રકમના ચેક મુખ્યામંત્રી સુજલામ – સુફલામ જળ અભિયાન માટે અર્પણ કરાશે.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રી સુરેન્દ્રમનગર – દૂધરેજ નગરપાલિકા દ્વારા અમૃત યોજના અન્વયે અંદાજિત રૂપિયા ૧૪.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર કામોનું અને સ્વાર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (UDP) અંતર્ગત રૂપિયા ૧૨ કરોડના કામો, NULM યોજના અંતર્ગત રૂપિયા ૧.૨૨ કરોડના કામો અને ૧૪ મા નાણાપંચ યોજના અન્વયે રૂપિયા ૦.૫૭ કરોડના કામો મળી કૂલ રૂપિયા ૨૭.૯૯ કરોડના વિવિધ વિકાસકામોનું કાર્યક્રમના સ્થ ળેથી ડીઝીટલ તકતી અનાવરણ દ્વારા ખાતમુર્હૂત – લોકાર્પણ કરશે.
મુખ્યમમંત્રી વિજ્યભાઈ રૂપાણી સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિખત રહીને દાતાશ્રી સી.યુ.શાહની પ્રતિમાનું અનાવરણ તેમજ નવા હોસ્પિજટલ બિલ્ડીં ગ અને કાર્ડીયાક કેર સેન્ટરરનું ઉદ્દઘાટન કરશે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી. (જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ / ૭૦૧૬૧ ૭૦૮૪૪

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY