સુજલામ – સુફલામ જળ અભિયાન અન્વયે વઢવાણ તાલુકાના વાડલા ખાતે મુખ્યમંત્રી ૮૦ વર્ષ જૂના વાડલાના તળાવને ઊંડુ ઉતારવાના કામનું ખાતમુર્હૂત કરશે

0
124

વાડલાનું તળાવ ૧ મીટર ઊંડુ ઉતરતા તેની સંગ્રહશક્તિ ૦.૩૫ મીલીયન ઘન ફૂટ વધશે જેનાથી આ ગામની વધુ ૧૫૫ એકર જમીનને સિંચાઈનો લાભ મળશે

સુજલામ – સુફલામ જળ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૧ લી મે થી જળસંચયના અનેકવિધ કામો હાથ ધરાયા છે. જે પૈકી વઢવાણ તાલુકાના વાડલા ખાતે આવેલા ૮૦ વર્ષ પહેલા બનેલા ગામ તળાવને ઊંડુ ઉતારવાના કાર્યનો શુભારંભ થશે. જળસંચય અર્થે હાથ ધરાનાર આ કામનું ખાતમુર્હૂત તા. ૧૩ મી મે ના રોજ સવારના ૯-૦૦ કલાકે મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઈ રૂપાણીના હસ્તે કરાશે.
વઢવાણ તાલુકા મથકથી આશરે ૧૦ કિ. મી. દૂર આવેલા વાડલા ગામની વસતી અંદાજીત ૨૬૦૦ ની છે. ગામની ભાગોળે આશરે ૮૦ વર્ષ પહેલા બનેલું તળાવ આવેલું છે. ૨૫ એકર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવમાં પાંચ ચોરસ કિ.મી. સ્ત્રાવ ક્ષેત્રથી પાણી આવે છે. હાલમાં આ તળાવની સંગ્રહશક્તિ પ. પ. મીલીયન ઘન ફૂટ જેટલી છે. આ પાણીથી વર્ષમાં ૮૦૦ એકર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળે છે. આ સિવાય ગામને વાપરવા માટેનું અને પશુઓને પીવા માટેનું પાણી આ તળાવમાંથી મળી રહે છે.
સુજલામ – સુફલામ જળ અભિયાન અંતર્ગત આ તળાવને અંદાજીત રૂપિયા ૩ લાખના ખર્ચે ઊંડુ કરવાનું કાર્ય હાથ ધરાનાર છે. જે અન્વયે આ તળાવની સફાઈની સાથે તેમાંથી વધુ ૧ મીટર જેટલી માટી કાઢી તેને ઊંડુ ઉતારવામાં આવશે. જેના પરિણામે આ તળાવમાં ૩,૫૩,૦૦૦ ઘનફીટ એટલે કે, ૦.૩૫ મીલીયન ઘનફૂટ જેટલી સંગ્રહશક્તિ વધશે. જેના કારણે આ વિસ્તારની વધુ ૧૫૫ એકર જમીનને સિંચાઈનો લાભ મળશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા. ૧ લી મે થી સુજલામ – સુફલામ જળ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં લોકભાગીદારીના તળાવો તથા જળાશય ઊંડા ઉતારવાના તથા ચેકડેમ ડીસીલ્ટીંગના બધા કામો મળી રૂપિયા ૩૧૯.૨૯ લાખની અંદાજીત કિંમતના કુલ ૨૧૨ કામોનો તથા અન્ય વિભાગના રૂપિયા ૨૫૬.૨૯ લાખના ૧૩૫ કામો મળી કુલ ૫૭૫.૫૮ લાખની અંદાજીત કિંમતના ૩૪૭ કામોનો નવા રીવાઈઝડ માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી આજની તારીખ સુધીમાં જિલ્લામાં લોકભાગીદારી સાથે તળાવો / જળાશય ઊંડા ઉતારવા તથા ચેકડેમ ડીસીલ્ટીંગના ૮૫ કામો તથા અન્ય વિભાગોના ૬૮ કામો મળી કુલ ૧૫૩ કામો ચાલુ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી. (જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
૭૦૧૬૧ ૭૦૮૪૪

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY