અમદાવાદ, તા.૨૪
કલર્સનો કેડી કંડારતો શો, શક્તિ… અસ્તિત્વ કે એહસાસ કી ભારતીય ટેલિવિઝન પર મોખરે રહેવામાં હજુય સફળ રહ્યો છે. આ શો દર્શકોને સમાજમાં મુકતમને જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી રહ્યો છે અને લોકો કુંટબ-કબીલાથી ચાલ્યા આવતાં વર્ષો જૂના વલણ કે પ્રથાથી દૂર થઇ મુકતજીવનનો આનંદ પામી શકે તે જ ઉમદા આશય છે આ શોના સફળ થવા પાછળનો. આ શબ્દો છે કલર્સના સફળ શો શકિત…અÂસ્તત્વ કે એહસાસ કીના લોકપ્રિય કલાકારો કામ્યા પંજાબી અને સુદેશ બેરીના. શોની સફળતા અને તેના રોચક પ્રસંગોને લઇ અમદાવાદની મુલાકાતે આવેલા કામ્યા પંજાબી અને સુદેશ બેરીએ મીડિયા સાથે પણ રસપ્રદ વાતો શેર કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કલર્સના સફળ અને મોખરાના શો શકિત..અÂસ્તત્વ કે એહસાસ કી ની કહાની જીવનની દરેક પરિસ્થિતિમાં ભેદભાવનો સામનો કરવા છતાં પણ સામાન્ય જીવન જીવવાની મહત્વકાંક્ષા રાખતી, એક ટ્રાન્સજેન્ડર, સૌમ્યા(રુબિના દિલાઇક)ના જીવનની આસપાસ ઘૂમે છે. તેણીના પતિ હરમન(વિવિઅન ડીસેના) તેણીની સાચી ઓળખના સંદર્ભમાં દરેક પ્રયાસમાં તેણીને ટેકો કરવા તેણીની પડખે ઉભા રહે છે, સૌમ્યાના ગૌરવ પર પ્રશ્ન ઉઠે ત્યારે પોતાના પરિવાર સહિત સમાજની સામે પણ કદમ ઉઠાવે છે. જો કે તાજેતરના એપિસોડસમાં હરમનની માતા પ્રિતો(કામ્યા પંજાબી)નો સૌમ્યા પ્રત્યેનો તિરસ્કાર તેણીની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ અને આત્મવિશ્વાસમાં પરિવર્તિત થઇ ગયો છે. પીઢ અભિનેતા સુદેશ બેરી શોમાં હરમનના પિતા, હરક સિંઘ તરીકે અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. તે એ વાતની ચોકસાઇ રાખે છે કે સૌમ્યાને સમજાઇ જાય કે ટ્રાન્સજેન્ડર્સ માટે સમાજ અને એમના ઘરમાં કોઇ સ્થાન નથી. શોની આવી રહેલ સ્ટોરીલાઇનની ઝલકી આપવા અને પોતાના પ્રશંસકો સાથે પોતાના અનુભવોની આપ–લે કરવા, કામ્યા પંજાબી(પ્રિતો) અને સુદેશ બેરી(હરક સિંઘ)–આજે અમદાવાદની મુલાકાત લીધી. રશ્મિ શર્મા ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત, શક્તિ… અસ્તિત્વ કે એહસાસ કી કલર્સ પર દર સોમવારથી શુક્રવાર રાત્રે ૮.૦૦ કલાકે દર્શાવવામાં આવે છે. હરક સિંઘની ભૂમિકા ભજવવાના પોતાના અનુભવ અંગે અભિનેતા સુદેશ બેરીએ કહ્યું, અમારો શો શક્તિ… અસ્તિત્વ કે એહસાસ કીનો હેતુ દર્શકોને કુટુંબ–કબીલાથી ચાલ્યા આવતા વલણથી દૂર થઇ મુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે. શોમાં મારું પાત્ર હરક સિંઘ, મૂલ્યો લક્ષિત પુરુષ છે જે હંમેશા પોતાના પરિવારના માન માટે તત્પર રહે છે. તે પોતાના પરિવારની પ્રતિષ્ઠા સામે કાંઇપણને આવવા દઇ શકે તેમ નથી. અમદાવાદમાં હોવું એક સરસ અનુભવ છે, આ શહેર મને વિસ્મય પમાડવામાં કયારેય નિષ્ફળ નથી જતું. અહીંના લોકો ખૂબ જ જીવંત અને ઉષ્માપૂર્ણ છે. જો સમય પરવાનગી આપશે તો હું સાચે જ સાબરમતી આશ્રમની મુલાકાતે જવા અને મારો આદર વ્યક્ત કરવા આતુર છું. સૌમ્યાની સાસુમાની ભૂમિકા ભજવતી પ્રિતો ઉર્ફે કામ્યા પંજાબીએ જણાવ્યું કે, શક્તિ… અસ્તિત્વ કે એહસાસ કી જેવા પ્રગતિશીલ શો માટે કલર્સ સાથે જોડાવાનું આનંદદાયક છે. દર્શકોમાં આ શો ખૂબ જ લોકપ્રિય રહ્યો છે. ત્રણ વર્ષની મુસાફરી ફળદાયી રહી છે. મારું પાત્ર પણ શોમાં ખૂબ જ ઘુમાવદાર છે, એક અભિનેત્રી તરીકે આ મને વધુ પુરસ્કૃત કરનાર છે. અમદાવાદમાં હોવા બાબતે હું ખૂબ જ રોમાંચિત છું અને જયારે હું અહીં છું તો શહેરને ફરવા આતુર છું. તાજેતરના એપિસોડમાં, વીરન, બાલ્લુ, કિશન અને બાલ્લુ આ જોડા(સૌમ્યા અને હરમન)ને નદીમાં ધકકો મારી દેવા તેઓના પર હુમલો કરે છે. હરક સિંઘ પોતાના દીકરાને ખોવા બાબતે ભાંગી પડે છે. હવે પછી શું થશે? શું હરક સિંઘ અને પ્રિતો હરમન અને સૌમ્યાને શોધી કાઢશે? અનેક રસપ્રદ ચઢાવ-ઉતાર વચ્ચે સમગ્ર શોની કહાની આગળ વધી રહી છે, જે દર્શકોમાં પણ ભારે ઇન્તેજારી જગાવી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



