મુલદ ટોલ નાકા ખાતે થયેલ તોડ ફોડ અને લૂંટના આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ જીલ્લા પોલીસ .જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સ

0
3220

અંક્લેશ્વર ;

અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ ૦૪/૦૪/૨૦૧૮ ના રોજ ફ.ગુ.ર.નં ૭૬/૨૦૧૮ ઈ.પી.કો કલમ ૩૯૫,૩૯૭,૧૨૦ (બી) તથા ડેમેજીસ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ કલમ ૩ મુજબ ગુનો નોંધાયેલ.જેની હકિકત એવી છે. કે તહોમતદાર દ્રારા સાંજ ના સવા છ આસપાસ ઓવરલોડ ટ્રક પાસ કરવાની બાબતે બોલાચાલી અને ઝપાઝપી થયેલ જેમાં ટોલ કર્મચારીઓ દ્વારા ટ્રક નો કાચ તૂટી ગયેલ જેની રિસ રાખી આરોપીએ બીજા દશ થી પંદર જેટલા અજાણ્યા આરોપીઓ પુર્વ આયોજીત કાવત્રુ રચી મારક હથીયારો સાથે ટોલનાકા ઉપર આવી સાહેદોને મારમારી ફેક્ચર કરી ગંભીર ઇજાઓ પહોચાડી ટોલનાકાના કેબીનમાથી ટોલના ઉઘરાવેલ આશરે રોકડા રૂ.૪,૪૧,૮૦૦ ની લૂંટ કરી તથા પબ્લીક પ્રોપર્ટીને નુકશાન પહોચાડી નાશી જઇ ગુનો કર્યો હતો. જે અંગે અંકલેશ્વર સીટી પોલીસે ગુનો નોંધી જેની તપાસ પોલીસ ઈન્સપેક્ટર જે.જી.અમીન નાઓએ સંભાળી લીધેલ.આ કામે પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ, અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક ભરૂચ જીલ્લા સંદિપસિંહ નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષક અંક્લેશ્વર ડીવીઝન અંક્લેશ્વર, એલ.એ.ઝાલા નાઓના નેતૃત્વમાં જે.જી.અમીન નાએ અલગ અલગ ટીમો બનાવી ગુનાના આરોપીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ હતી.આ કામે ગુનાવાળી જગ્યાએથી સી.સી ટીવી ફુટેજ મેળવી તથા ગુનામાં વપરાયેલ વાહનોના નંબરો મેળવી આરોપીઓ પકડવા તજવીજ હાથ ધરતાં આરોપીઓ કામરેજ વિસ્તારના હોવાનુ જણાઈ આવેલ હતું. જેથી તેઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી કોમ્બીંગ કરતા ગુનામાં વપરાયેલ વાહન જીજે- ૦૧ -ટીટી- ૬૭૪૨ નંબરનો ટેમ્પો કબ્જે કરવામાં આવેલ છે તથા આરોપીઓ (૧) અનિલભાઇ બુટાભાઇ ભરવાડ (જોગરાણા) રહે-સીયાલજ, કીમ ચાર રસ્તા પાસે જી-સુરત (૨) સુરેશભાઇ પુનાભાઇ જોગરાણા રહે-કીમ, નવી સીયાલજ કોલોની જી સુરત (૩) મુન્ના કાના ચોસલા (ભરવાડ) સીયાલજ તુલસી હોટલની પાછળ જી સુરત (૪) ગોપાલ સાજન જોગરાણા રહે- સીયાલજ તુલસી હોટલની પાછળ જી સુરત નાઓને અટક કરવામાં આવેલ છે. ગુનામા સંડોવાયેલા બીજા આરોપીઓની ઓળખ થઈ ગયેલ હોય તેઓને પકડવા ટીમો હાલ કાર્યરત છે.આ ગુનામાં વપરાયેલ અન્ય વાહન વેરના ગાડી આરોપી મહેશ મીર નાઓની હોવાનુ પણ તપાસ દરમ્યાન જણાઈ આવેલ છે.
આ કામની તપાસમાં પો.સ.ઈ એમ.આર.શકોરીયા, પો.સ.ઈ ધળુક, હે.કો કાંતિ બાલુ, હે.કો અમરસિંહ ગોવીંદ, હે.કો દિલીપ યોગેશભાઇ, હે.કો ચંન્દ્રકાંત શંકર, પો.કો નિમેષ જ્યંતિ , વિગેરે નાઓએ ટીમોમાં ભાગ લઈ કામગીરી કરવામાં મદદગારી કરી આરોપીઓને ઝડપી વધું ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY