રાજપીપળામાં બી.એસ.એન.ઍલ.ફરી બંધ થતા બેંકોમાં કામ અટવાયું.. વારંવાર ની સમસ્યા ક્યારે દૂર થશે…?!

0
110

અગાઉ નર્મદા કલેક્ટરે આ બાબતે અધિકારીઓ ને કડક સૂચના આપવા છતાં આનો કોઈ કાયમી ઉકેલ હજુ આવ્યો નથી

રાજપીપલા:
રાજપીપલા શહેરમાં વારંવાર બી.એસ.એન.એલ.નેટવર્ક ની તકલીફ ઉભી થઈ રહી છે છતાં આ બાબતે કોઈ કાયમી ઉકેલ ન આવતા હજુ સ્તિથી ત્યાંની ત્યાંજ છે.
થોડા સમય પહેલાજ બી.એસ.એન.એલ.નીવારંવાર ની સમસ્યા બાબતે નર્મદા કલેક્ટર નિનામા એ આ બાબતે અધિકારીઓ ને કડક સૂચના આપી હતી ત્યારે આ તકલીફ લાંબો સમય સુધી બંધ હતી અને ગ્રાહકો ને રાહત મળી હતી પરંતુ ફરી આ તકલીફ હાલ શરુ થતા આજે શુક્રવારે બેન્કોમાં ગ્રાહકો ધક્કે ચડ્યા હતા ત્યારે આ માટે બી .એસ.એન.એલ.ના ગમે તે અધિકારી ને પૂછતાં એકજ જવાબ મળે છે કે રોડ ની કામગીરી ચાલુ હોવા થી કેબલો કપાતા આ સમસ્યા ઉભી થાય છે કામ ચાલુ છે ત્યારે સવાલ એ થાય છે કે રોડ ની કામગીરી ટલ્લે ચઢે તો કેટલો સમય નીકળશે એ કોઈ જાણતું નથી તો શું ત્યાં સુધી ગ્રાહકો અને એમાં પણ બેંક માં જો નેટવર્ક આમ વારંવાર બંધ રેહશે…?! અને બેંક ના ગ્રાહકો અટવાયા કરશે…? એનો કોઈ કાયમી ઉકેલ આવે અને લાંબો સમય નેટવર્ક કાર્યરત રહે તેવી ગ્રાહકોની માંગ છે .

ચીફ રિપોર્ટર.નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY